તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કણજરી પાલિકાએ વેરાન ભરનારના જોડાણો કાપ્યાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કણજરી નગરપાલિકા દ્વારા બાકીવેરાની વસુલાત માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે, બાકીદારોએ તેની તમા નહિ કરતાં પાલિકાએ લાલ આંખ કરી ચાર બાકીદારના નળ જોડાણ કાપી નાખ્યાં હતા. જેના લીધે લોકોમાં નારાજગી ફેલાઇ હતી.

કણજરી નગરપાલિકા દ્વારા ગામલોકો પાસેથી બાકી નીકળતાં વેરાની વસુલાત માટે કર્મચારીઓ દ્વારા ઘરેઘરે ફરી વેરાની ઉઘરાણી કરવાની સાથે હેન્ડબિલ વિતરણ, લોકજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતા. જો કે, પાલિકાના સત્તાવાહકોની સૂચનાઓને ઘોળીને પી ગયેલાં બાકીદારોએ વેરો જમા કરાવ્યો ન હતો. આખરે પાલિકાએ કડક કાર્યવાહી આદરી ગામના સલીમભાઇ હસનભાઇ વોહરા, અહમદભાઇ હાજીરસુલભાઇ વોહરા, કાશીબેન કાન્તીભાઇ, બારૈયા પ્રતાપભાઇ સોમાભાઇના પાણીના જોડાણને કાપી નાખ્યા હતા. જેના લીધે અન્ય બાકીદારો ફફડી ઉઠ્યાં છે. નળ કનેક્શન કાપી નાખવાની પાલિકાની કાર્યવાહી સામે નાગરિકોમાં આક્રોશ ફેલાયો છે. પ્રાથમિક સુવિધાના પડતર પ્રશ્નોનો ઉકેલ લાંબા સમયથી આવતો નહિ હોવાનો કકળાટ લોકોમાંથી ઉઠ્યો હતો.

પાલિકા આકરા પાણીએ થતાં નગરજનોમાં નારાજગી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો