તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડા લોકસભામાં સૌથી વધુ મતદાન 1967માં, સૌથી ઓછું 1996માં થયું હતું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડા લોકસભાની ચૂંટણીના દિવસો જેમ નજીક આવતા જાય છે, તેમ વધુને વધુ મતદાન થાય તે માટે તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જોકે, આઝાદી બાદ યોજાયેલી 16 લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ 1967માં મતદાન થયું હતું અને સૌથી ઓછું 1996માં મતદાન થયું હતું.

ખેડા લોકસભાની સામાન્ય ચૂંટણી 23મી એપ્રિલના રોજ યોજાનારી છે. જેમાં વધુને વધુ મતદાન થાય તે માટે તંત્ર દ્વારા વિવિધ પગલાં ભરાઈ રહ્યા છે. ખાસ કરીને સ્વીપ કાર્યક્રમ અંતર્ગત કોલેજોમાં સેમિનારો યોજાયાં છે. આ ઉપરાંત ગામડાંઓમાં પણ વિવિધ કાર્યક્રમો યોજી જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. પરંતુ 16 લોકસભા ચૂંટણીમાં થયેલા મતદાન પર નજર કરીએ તો સૌથી વધુ 1967માં 73.51 ટકા મતદાન થયું હતું. આ ચૂંટણીમાં સ્વતંત્ર પક્ષના સોલંકી પ્રવિણસિંહ નટવરસિંહ વિજેતા બન્યાં હતાં. જ્યારે સૌથી ઓછું 1996માં માત્ર 35.92 ટકા મતદાન થયું હતું. જેમાં દિનશા પટેલ વિજેતા બન્યાં હતાં.

સ્વીપના નોડલ અધિકારી કિંજલ દવેએ જણાવ્યું હતું કે, મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જેમાં શાળાના વિદ્યાર્થીઓના માતા, પિતા મતદાન કરે તે માટે સંકલ્પ પત્રો ભરાવવામાં આવે છે. તેવી જ રીતે કોલેજમાં પ્રથમ વખત મતદાન કરતાં યુવક યુવતીઓને મતદાનનું મહત્વ સમજાવવામાં આવે છે. આ ઉપરાંત સિગ્નેચર કેમ્પેઇન, જાહેરમાં સ્ટોલ લગાવી જાગૃતિ ફેલાવવામાં આવે છે.

કયા વર્ષની લોકસભામાં કેટલા ટકા મતદાન
લોકસભા કુલ મતદાર મતદાન ટકા

1951 (ઉત્તર) 3,91,562 2,30,681 58.91

1951 (દક્ષિણ) 3,68,127 2,33,148 63.33

1957 3,82,298 2,45,504 64.22

1962 4,36,539 2,83,896 65.05

1967 4,43,349 3,25,926 73.51

1971 4,79,256 3,06,863 64.03

1977 5,73,138 4,04,195 70.52

1980 6,65,672 4,07,508 61.22

1984 7,41,211 4,55,322 61.43

1989 9,22,544 5,69,684 61.75

1991 9,37,255 3,55,849 37.97

1996 10,34,342 3,71,499 35.92

1998 10,36,850 6,50,649 52.75

1999 10,54,781 4,94,780 46.91

2004 11,46,245 4,50,929 39.34

2009 14,48,571 6,02,335 41.58

2014 15,98,695 9,51,188 59.50

અન્ય સમાચારો પણ છે...