તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વસોનો હેડ કોન્સ્ટેબલ રૂ. 5 હજારની લાંચ લેતાં ઝડપાયાે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વસો પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલને અકસ્માતના પંચનામા માટે રૂ. 5 હજારની લાંચ લેતાં અમદાવાદ એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા હતા. 55 વર્ષની વયે વય નિવૃત્તિની નજીક જ એસીબીના છટકામાં ફસાયેલા કોન્સ્ટેબલની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે.

વસો પોલીસ મથકના હદ વિસ્તારમાં થોડા સમય પહેલાં થયેલા અકસ્માતના બનાવની તપાસ હેડ કોન્સ્ટેબલ કાંતિભાઇ દેવાભાઇ વાઘેલા (ઉ.વ.55)ને સોંપાઈ હતી. કેસના કાગળો કરવા અને પંચનામાની નકલ આપવાના બદલામાં કાંતિભાઇએ ફરિયાદી પાસે રૂ. 5 હજારની લાંચની માંગણી કરી હતી. જોકે લાંચ આપવી ન હોવાથી ફરિયાદીએ અમદાવાદ એ.સી.બી. નો સંપર્ક સાધતા પોલીસ ઇન્સપેક્ટર જે. આઇ. પટેલે પોતાની ટીમ સાથે છટકું ગોઠવ્યું હતું. જે મુજબ કાંતિભાઇને લાંચની રકમ લેવા માટે ટુંડેલ ગામના બસ સ્ટેન્ડે બોલાવ્યા હતા. જ્યાં તેઓ લાંચની રકમ રૂ. 5 હજાર લેતાં રંગેહાથ ઝડપાઇ ગયા હતા. બાદમાં કાંતિભાઇ વાઘેલાને નડિયાદ એસીબીની ઓફિસે લાવીને કાર્યવાહી હાથ ધરાઈ હતી.

અગાઉ પશ્ચિમ પોલીસમથકમાં ફરજ પર
કાંતિભાઇ દેવાભાઈ વાઘેલા અગાઉ નડિયાદ શહેરના પશ્ચિમ પોલીસ મથકમાં રાઇટર તરીકે ફરજ બજાવતા હતા. જ્યાંથી તેમની બદલી થયા બાદ હાલ તેઓ વસો બદલી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો