તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લામાં મોસમનો 115.14% વરસાદ નોંધાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડા જિલ્લાના ખેડૂતો માટે ચાલુ વરસે ચોમાસું સારુ રહ્યું છે. ચોમાસાના અંત ભાગમાં જ વરસાદ 115.14 ટકા નોંધાયો છે. જોકે, હજુ વરસાદની આશા છે, ત્યારે ખેડૂતોમાં મબલખ પાકની આશા જન્મી છે.

ખેડા જિલ્લામાં ગુરૂવાર સવારે પુરા થતા 24 કલાક દરમિયાન જિલ્લામાં મોસમનો કુલ 9473 મિમી વરસાદ નોંધાયો છે. જે ગત વર્ષની સરખામણીએ આજ તારીખ સુધીમાં પડેલા 6051 મિમી વરસાદથી દોઢ ગણો છે. જિલ્લામાં મોસમનો 115.14 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે તાલુકા કક્ષાએ મહુધામાં 146.20 ટકા, મહેમદાવાદમાં 135.59 ટકા, માતરમાં 116.36 ટકા, નડિયાદમાં 144.04 ટકા, ઠાસરામાં 100.97 ટકા, વસોમાં 124.70 ટકા જ્યારે ગળતેશ્વરમાં 105.44 ટકા વરસાદ નોંધાયો છે. ચોમાસુ 2019 દરમિયાન કપડવંજમાં 94.06 ટકા, કઠલાલમાં 96.48 ટકા, ખેડામાં 94 ટકા વરસાદ નોંધાયો છે. ખેડા જિલ્લામાં મોસમનો સૌથી વધુ વરસાદ 1233 મિમી મહુધામાં જ્યારે સૌથી ઓછો વરસાદ 727 મિમી ખેડા તાલુકામાં નોંધાયો છે.

ખેડા જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો
ખેડા જિલ્લામાં ગુરૂવારે પણ ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદનો દોર જારી રહ્યો હતો. જિલ્લામાં બપોરના સમયે સરેરાશ સવા ઇંચથી પણ વધુ વરસાદ પડ્યો હતો. ઠાસરાઅને કઠલાલ પંથકમાં બપોરે 2 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે નડિયાદમાં પણ ઝાપટું પડ્યું હતું. ઠાસરા, ડાકોર અને આસપાસમાં 14 મિમી વરસાદ વરસ્યો હતો. જ્યારે કઠલાલ પંથકમાં 10 મિમી, કપડવંજમાં 09 મિમી તથા વસો તાલુકામાં 2 મિમી વરસાદ પડ્યો હતો. જોકે, નડિયાદ, મહેમદાવાદ, ગળતેશ્વર તથા અન્ય સ્થળોએ પણ વરસાદના ઝાપટાં પડ્યા હતા.

તાલુકો 2018 2019

નડિયાદ 670 1179

માતર 645 879

ખેડા 588 727

મહેમદાવાદ 597 973

મહુધા 597 1233

તાલુકો 2018 2019

કઠલાલ 607 866

કપડવંજ 699 881

વસો 707 987

ગળતેશ્વર 512 900

ઠાસરા 429 848

ખેડા જિલ્લામાં 26મી સપ્ટેમ્બર સુધીનો વરસાદ

અન્ય સમાચારો પણ છે...