તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદમાં પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રસ વચ્ચે જંગ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

નડિયાદ નગરપાલિકાના વોર્ડ નં. 13ની પેટાચૂંટણીમાં બુધવારે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે બે પૈકી એકેય ઉમેદવારે પોતાનું ઉમેદવારીપત્રક પરત ખેંચ્યું નહોતું. તેથી ભાજપ અને કોંગ્રેસના બે ઉમેદવારો મેદાનમાં હોવાથી તેમની વચ્ચે ખરાખરીનો જંગ જામશે.

નડિયાદના વોર્ડ નં. 13ની પેટાચૂંટણી માટે બુધવારે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. જે મુજબ, ભાજપમાંથી મનન રાવ અને કોંગ્રેસમાંથી હાર્દિક ધોળકીયા આ બંન્ને ઉમેદવારો ચૂંટણીના જંગમાં રહ્યા છે. તેથી આ બંન્ને ઉમેદવારો વચ્ચે રસાકસીભર્યો મુકાબલો થશે. બુધવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભાજપ કે કોંગ્રસમાંથી એકેય ઉમેદવારે પોતાનું ઉમેદવારીપત્રક પરત ખેંચ્યું નહોતું. તેથી ચૂંટણીતંત્રએ આ બંન્ને ઉમેદવારોને સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

હવે તા. 22 માર્ચના રોજ સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી પેટાચૂંટણી થશે, અને તા. 24 માર્ચના રોજ મતગણતરી હાથ ધરી પરિણામો જાહેર કરાશે. બુધવારે ચૂંટણી
ચિત્ર સ્પષ્ટ થયા બાદ ભાજપ અને કોંગ્રેસે પોતાનો ચૂંટણી પ્રચાર તેજ બનાવ્યો હતો.

બંન્ને પક્ષોએ પ્રચારને તેજ બનાવ્યો

ચૂંટણી ચિત્ર સ્પષ્ટ : 22 માર્ચે પેટાચૂંટણી અને 24મીએ પરિણામ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો