તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવા બિલોદરામાં બાકી વીજ બિલની ઉઘરાણી કરવા ગયેલા કર્મી પર હુમલો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નડિયાદ નજીક નવા બિલોદરા ગામે વિજ બિલના બાકી નાણાં ઉઘરાવવા ગયેલા વિજ કંપનીના મહિલા કર્મચારીની હાજરીમાં અપશબ્દો બોલી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મહિલા કર્મચારીની હાજરીમાં જેમ તેમ બોલતાં શખ્સને સાથી કર્મચારીએ ટોકતાં, તેણે ઉશ્કેરાઇ જઇને વિજ કર્મી ઉપર ધારિયાથી હુમલો કર્યો હતો. આ મામલે રૂરલ પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. નડિયાદની વિજ વિભાગની એક ટીમ બુધવારે નવા બિલોદરા ખાતે સંતવાટિકામાં રહેતા પ્રફુલ્લભાઇ પટેલના ઘરે તેમના વિજ બિલના નાણાંની ઉઘરાણી કરવા માટે ગઇ હતી. આ વખતે ટીમના મહિલા કર્મચારી જયશ્રીબેને, વિજ ગ્રાહક પ્રફુલ્લાભાઇને જણાવ્યું હતું કે, તમારે પૈસાની ભરપાઇ કરવી પડશે, નહીં તો વિજ કનેક્શન કાપી લેવામાં આવશે. જેથી તે ઉશ્કેરાઇ ગયા હતા અને જયશ્રીબેનને અપશબ્દો બોલતાં સાથી કર્મચારી મહેશકુમાર જેઠવાએ અપશબ્દો બોલવાની ના પાડતાં, પ્રફુલ્લભાઇએ મહેશભાઇને ધારિયું મારવા જતાં તેમણે વચ્ચે હાથ નાખતાં ઇજા થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો