તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુધામાં અપશબ્દો બોલવા મનાઈ કરતાં હુમલો કરાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુધાના લક્કરટોલા મસ્જીદ પાસે યુવકોના ટોળાં વચ્ચે તકરાર બાદ અપશબ્દો બોલવાની ના પાડવાને લઇને મારમારી, જાનથી મારી નાખવાની ધમકી આપનાર 4 શખ્સો વિરૂધ્ધ મહુધા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મહુધામાં નડિયાદી ભાગોળ ખાતે રહેતા સદ્દામહુસેન મલેક તેમના મિત્ર સાકિબહુસેન શેખ અને તાહિરહુસેન મલેક સાથે જીલાની મસ્જીદ પાસે આવેલ દુકાન આગળ બેઠા હતા. આ સમયે તોફીકહુસેન શેખે ફોન કરીને સાકિબહુસેનને તું ક્યાં છે તેમ પૂછતાં સાકિબે તે દુકાન પાસે હોવાનું જણાવ્યું હતું. બાદ તોફિકહુસેન, ઇકબાલહુસેન અને ઇરફામહુસેન લાકડાના ડંડા લઇને આવ્યા હતા અને અપશબ્દો બોલવા લાગતાં, સદ્દામહુસેને અપશબ્દો બોલવાની ના પાડતાં તોફિકહુસેન ઉશ્કેરાઇ ગયો હતો અને સદ્દામહુસેનને ગડદાપાટુનો માર મારવા લાગ્યો હતો. આ સમયે મિત્રો વચ્ચે છોડાવવા પડતાં તમામને ગડદાપાટુનો મારમારી, લાકડાના ડંડાથી મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...