તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠાસરા નજીક વિદેશી દારૂ સાથે તાપીનાે શખ્સ ઝબ્બે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઠાસરા નજીક ખડગોધરા પાસેથી પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરી રહેલા તાપીના ઇસમને ઝડપી પાડી, તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે રૂ. 67 હજારની કિંમતનો દારૂ મળી કુલ રૂ. 5,27,248 લાખનો મુદ્દામાલ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઠાસરા નજીક ખડખોધરા થઇને એક ગાડી વિદેશી દારૂ ભરીને અમદાવાદ તરફ જનાર હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી, બાતમી મુજબની ગાડી આવતાં તેને રોકી તેમાં તપાસ કરતાં પાછળની સીટ ઉપર અને નીચે તેમજ ડેકીમાંથી વિદેશી દારૂનો રૂ. 67,248 નો જથ્થો મળી આવતાં ચાલક નિમેશ ઉર્ફે બબલુ અર્જુનભાઇ ગામિત (રહે.સોનગઢ, તાપી) ની અટક કરી હતી. પોલીસે રૂ. 67,248 ની કિંમતનો દારૂ ઉપરાંત ગાડીની કિંમત રૂ. 4,50,000, રૂ. 10 હજારની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂ. 5,27,248 નો મુદ્દામાલ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો