તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદ શહેરમાં રહેતા એક યુવકે પોતે પરણિત હોવાની વાત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

નડિયાદ શહેરમાં રહેતા એક યુવકે પોતે પરણિત હોવાની વાત છુપાવી, યુવતી સાથે સંબંધ બાંધી તેને માનસિક ત્રાસ આપતો હોવાથી, યુવતીએ આપઘાત કરી લીધો હતો. આ મામલે નડિયાદ કોર્ટે આરોપીને 10 વર્ષની સખત કેદની સજા અને રૂ.5 હજારના દંડનો હુકમ કર્યો હતો. કલ્પેશને સજાનો હુકમ થયા બાદ તુરંત જ કોર્ટ પરિસરમાં હાજર પરિવારની મહિલાઓએ રોકકળ મચાવી હતી.

નડિયાદ શહેરમાં રહેતા કલ્પેશ ડાહ્યાભાઇ તળપદાએ ખુશ્બુ તળપદા (ઉ.વ.21) સાથે પરિચય કેળવ્યો હતો. પ્રથમ તબક્કે મિત્રતા બાદ કલ્પેશે પોતે અપરણિત હોવાનું કહીને ખુશ્બુને વિશ્વાસમાં લઇ, તેની સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. આંધળો વિશ્વાસ મૂકી, ખુશ્બુએ પોતાનું સર્વસ્વ કલ્પેશને સોંપ્યું હતું. બીજી તરફ કલ્પેશ માત્ર ને માત્ર ખુશ્બુનું શારીરિક શોષણ કરતો હતો. કલ્પેશે અંતે પોતે પરણિત હોવાની હકીકત ખુશ્બુને જણાવતાં બંને વચ્ચે તકરાર થઇ હતી અને કલ્પેશે ખુશ્બુને તેને ભૂલી જવાનું કહ્યું હતું. જોકે ત્યારબાદ પણ વારંવાર કલ્પેશ ખુશ્બુને ફોન કરીને અને મેસેજ કરીને ત્રાસ આપતો હતો. જેનાથી કંટાળેલી ખુશ્બુએ તા.16મી નવેમ્બર, 16 ના રોજ બપોરે ઘરે સેલફોર્સની દવા પી લેતાં, તુરંત જ તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ મામલે સાધુરામભાઇ તળપદાની ફરિયાદના આધારે પશ્ચિમ પોલીસે કલ્પેશ તળપદા વિરૂદ્ધ દુષ્પ્રેરણનો ગુનો નોંધી, કલ્પેશની અટક કરી હતી. આ મામલે સોમવારે નડિયાદના સેસન્સ જજ વી.ડી.પરમારની કોર્ટમાં ચાલી જતાં, સરકારી વકીલ ધવલ આર.બારોટની દલીલોને ગ્રાહ્ય રાખી, ન્યાયાધિશ વી.ડી.પરમારે આરોપી કલ્પેશ તળપદાને 10 વર્ષની સખત કેદની સજા અને રૂ.5 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ 6 માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો