તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદેશ જવા ઉધાર પૈસા લઇ ટિકિટ લીધી, કોલેજને 1 લાખ ડોલરનું દાન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નડિયાદમાં આવેલી ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટીમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘની સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં 1994માં ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓની રજત જયંતિની પણ ઉજવણી કરાઈ હતી. જોકે, આ સામાન્ય સભામાં અમેરિકા સ્થિત અને 1968ની પ્રથમ બેચના વિદ્યાર્થી પ્રદીપભાઈ લક્ષ્મીકાંત દલાલનું ખાસ સન્માન કરાયું હતું. પ્રદીપભાઈએ સંસ્થાને 1 લાખ ડોલરનું દાન આપ્યું છે. 1977માં તેઓને અમેરિકા જવા માટે ટિકિટના રૂપિયા પણ નહતા. જે તેઓએ સંબંધી, મિત્રોની મદદથી મેળવી ત્યાં પહોંચ્યાં હતાં.

આ અંગે પ્રદીપભાઈ દલાલે જણાવ્યું હતું કે, 1968માં ડીડીઆઈટીની પહેલી બેંચમાં કેમિકલ એન્જિનીયરીંગ શાખામાં પ્રવેશ મળવ્યો હતો. જે 1974માં પાસ કરી હતી. પિતા લક્ષ્મીકાંત કોર્ટમાં કલાર્ક હતાં. પરિવારમાં સૌથી મોટા હોવાથી અનેક જવાબદારીઓ હતી. જોકે, અમદાવાદથી જ નડિયાદ અભ્યાસ માટે દરરોજ આવતાં હતાં. જેમના માટે તેઓ વ્હેલી સવારે જ ઉઠીને 6-45 વાગે ઘરેથી નીકળી જતાં હતાં. બાદમાં સીટી બસ અને ટ્રેનના સહારે ત્રણ કલાકે નડિયાદ પહોંચતાં હતાં અને અભ્યાસ બાદ આવી જ રીતે પરત ઘરે પહોંચતાં હતાં. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વટવા જીઆઈડીસીમાં ખાનગી કંપનીમાં નોકરી શરૂ કરી હતી. જ્યાં મહિને ફક્ત રૂ.250નો પગાર મળતો હતો. જોકે, 1977માં અમેરિકાના દરવાજા ખુલ્યાં હતાં. પરંતુ તેમની પાસે ટીકીટના જરૂરી નાણાં નહતાં. જે તેઓએ સંબંધી અને મિત્રોની મદદથી મેળવી અમેરિકા પહોંચ્યાં હતાં. અમેરિકા પહોંચ્યા બાદ પણ સંઘર્ષ પૂરો થયો નહતો. ત્યાં ત્રણ મહિના સુધી કોઇ જ નોકરી મળી નહતી. બચત પણ પુરી થવા આવી હતી. આખરે અમેરિકન આર્મીમાં જોડાવવાનું નક્કી કર્યું હતું. આ નિર્ણય પાછળ બે મહત્વના કારણો હતા. જેમાં આર્મીમાં જોડાયા બાદ અભ્યાસનો ખર્ચ સરકાર ઉઠાવે છે અને બીજું પત્ની સાથે રહેવા મળે છે. આ બન્ને કારણોસર તેઓએ આર્મી જોઇન્ટ કર્યા બાદ તેની કડક ટ્રેનીંગ પણ લીધી હતી. આર્મીની ફરજ દરમિયાન જ એમબીએ પૂર્ણ કર્યું હતું અને ત્રણ વર્ષ બાદ નોકરી છોડી દીધી હતી.

નડિયાદની ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટીના એલ્યુમની એસોસિએશનનો સમારંભ યોજાયો
નડિયાદમાં આવેલી ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટીમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘની સામાન્ય સભા યોજાઇ હતી.

1994ની બેચના વિદ્યાર્થીઓએ 25 લાખ રૂપિયાના દાનની જાહેરાત કરી
DDITની 1994ની બેચમાં ઇલેક્ટ્રોનીક એન્ડ કોમ્યુનીકેશન, કોમ્પ્યુટર, ઇન્સ્ટુમેન્ટલ એન્ડ કંટ્રોલ, કેમિકલ સહિત 5 વિભાગમાં એન્જિનીયરીંગ અભ્યાસ ચાલતો હતો. આ સમયે કુલ 232 વિદ્યાર્થી અભ્યાસ કરતાં હતાં. આ મેચનો રવિવારે સમારંભ યોજાયો હતો. જેમાં 160 જેટલા વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યાં હતાં. જેઓ ભારત ઉપરાંત અમેરિકા, ગલ્ફ, ઓસ્ટ્રેલિયા સ્થાયી થયાં હતાં. આ વિદ્યાર્થીઓએ જુની યાદો તાજી કરી હતી અને યુનિવર્સિટીને રૂ.25 લાખ દાનની જાહેરાત કરી હતી. આ પ્રસંગે અલ્પેશભાઈ લચકે, બિમલભાઈ પટેલ, કેતનભાઈ પટેલ, મનીષ શાહ, સમીર શાહ, ઉમંગ શાહ, હર્ષીત સોની વિગેરે હાજર રહ્યાં હતાં.

નાપાસ થનારા છાત્રોએ નાસીપાસ ન થવું જોઈએ
 ડીડીઆઈટીમાં કેમિકલ એન્જીનીયરીંગના અભ્યાસ દરમિયાન બીજા વર્ષમાં હું નપાસ થયો હતો. આમ છતાં મહેનત ચાલુ રાખી હતી અને આખરે સફળતા મળી હતી. અભ્યાસ હોય કે જીવન હોય પરીક્ષામાં નપાસ થવામાં ક્યારેય નાસીપાસ થવું ન જોઈએ. પ્રદીપભાઈ દલાલ, એનઆરઆઈ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો