તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પીજ રોડ પર રવિવારની મોડી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પીજ રોડ પર રવિવારની મોડી રાત્રે જાહેરમાં જ દારૂની હાટડી મંડાણી હતી. આ બાબતે સ્થાનિક પોલીસ કુંભકર્ણ નિંદ્રામાં હતાં. જ્યારે મામલો છેક સ્ટેટ મોનીટરીંગ સેલ સુધી પહોંચતા તેઓએ દરોડો પાડી 3 શખસને સ્થળ પર જ પકડી પાડ્યાં હતાં. જ્યારે વધુ પૂછપરછ કરતાં અન્ય નામો ખુલતા કુલ 6 શખસ સામે ગુનો નોંધ્યો હતો.

નડિયાદ શહેરના પીજરોડ પર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર નજીક ખુલ્લી જગ્યામાં રવિવારની રાત્રે કેટલાક શખસો જાહેરમાં દારૂ વેચી રહ્યા હતા. આ બાતમી છેક સ્ટેટ મોનીટરીંગ ટીમને મળતાં ટીમ નડિયાદ દોડી આવી હતી અને દરોડો પાડ્યોહતો.

આ દરોડામાં વિદેશી દારૂની 13 બોટલ અને બે વાહન સાથે હમીદ સરદારસિંહ મહિડા(રહે. મહિડા કોલોની) અને મઝરખાન હબીબખાન પઠાણ (રહે.નડિયાદ), રણજીત દીપસિંગ મહિડા (રહે. નડિયાદ)ને પકડી પાડ્યા હતા. તેમની તપાસમાં 13 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.

પોલીસે દારૂની બોટલ તથા બે વાહન મળી કુલ રૂ.92,115નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે પૂછપરછ કરતાં કૂખ્યાત બુટલેગર ગીરીશ પ્રજાપતિએ આ દારૂ વેચવા મોકલ્યો હોવાનું ખુલ્યું હતું. આ વેપલામાં હમીદ, રણજીત, મઝરખાન ઉપરાંત રણજીતસિંહ સરદારસિંહ મહિડા, ગીરીશ પ્રજાપતિ અને અજય રીક્ષાવાળાનું નામ ખુલતાં પોલીસે છએય શખસ સામે કાયદાકીય કાર્યવાહી કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો