ડાકોર સહકારી મંડળીના સબ ઓડિટર રૂપિયા 75 હજારની લાંચ લેતાં ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ શહેરમાં રહેતા અને ડાકોર સહકારી મંડળીમાં સબ ઓડિટર તરીકે ફરજ બજાવતા શખ્સને લુણાવાડા એ.સી.બી. એ ઝડપી પાડ્યો હતો.

નડિયાદ શહેરના મંજીપુરા રોડ ઉપર આવેલ નારાયણ નગરમાં રહેતાં અને ડાકોરમાં સહકારી મંડળીમાં સબ ઓડિટર તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્ર આશાભાઇ મકવાણાએ ઓડિટ પૂરી કરીને શેરો મારવા માટે રૂ. 75 હજારની લાંચ માંગી હતી. ફરિયાદી ખેડા કોયડમ દૂધ મંડળીમાં સેક્રેટરી તરીકે વર્ષ 2013 થી 2019 સુધી ફરજ બજાવતા હતા. તેમના સમયગાળાનું ઓડિટ બાકી હોવાથી, તે ઓડિટ પૂરી કરી, ઓડિટમાં શેરો મારવા માટે ધર્મેન્દ્ર મકવાણાએ રૂ. 75 હજારની લાંચ માંગી હતી. જેથી ફરિયાદીએ એ.સી.બી. મહિસાગર - લેણાવાડાનો સંપર્ક સાધતાં એ.સી.બી. ની ટીમ દ્વારા છટકું ગોઠવીને વિરપુરની હોટલમાં લાંચની રકમ સ્વીકારતા ધર્મેન્દ્ર મકવાણાને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. હાલમાં એ.સી.બી. દ્વારા તેમની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

કોયડમના સેક્રેટરીના સમયગાળાની ઓડિટ પૂર્ણ કરી શેરો મારવા લાંચ માંગી હતી

વિરપુરની હોટલમાં લાંચની રકમ લેતાં લુણાવાડા એસીબીએ ઝડપી પાડ્યા

અન્ય સમાચારો પણ છે...