તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હરિદાસ હોસ્પિટલ પાસે ઘન કચરાનું સામ્રાજ્ય : પાલિકાની ઘોર બેદરકારી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદમાં હરિદાસ હોસ્પિટલની બહાર કચરાના ઢગલાને નિયમિત ઉપાડવામાં આવતો નથી. કોરોના વાયરસના પગલે સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાનો નગરજનોને ભય સતાવી રહ્યો છે.

નડિયાદ શહેરમાં ઘનકચરો, ગંદકી અને ઉભરાતી ગટરોના સફાઇકામમાં બેદરકારી દાખવવામાં આવતી હોવાની ફરિયાદ અવારનવાર ઉઠે છે. અમદાવાદી બજાર પાસે આવેલી હરિદાસ હોસ્પિટલની બહાર કચરાનો ઢગ જામ્યો છે. અહીં કચરાની નિયમિત સફાઇ થતી નથી. તેથી ગંદકીના કારણે મચ્છર અને દુર્ગંધનો ત્રાસ દર્દીઓ અને સ્થાનિકોને સહન કરવો પડે છે. અત્યાર સુધી શહેરના કબ્રસ્તાન ચોકડી પાસે, પરિવાર સોસાયટી, ઇન્દિરા નગર તથા શેરખંડ તળાવ વગેરે વિસ્તારોમાં કચરો અને બીજા પ્રકારની ગંદકી જોવા મળતી હતી, ત્યાં હવે હોસ્પિટલ પાસે જ ગંદકીના સામ્રાજ્યથી સમસ્યામાં વધારો થઇ રહ્યો છે. હાલમાં કોરોના વાઇરસનો પ્રકોપ ચાલ્યો છે, ત્ચારે કચરાનું આ સામ્રાજ્ય પ્રજાના આરોગ્ય માટે વધુ ખતરારૂપ છે. શહેરમાં જ્યાં કચરા અને ગંદકીનું સામ્રાજ્યથી હાલાકીઓનો ભોગ બનવું પડે છે.

કોરોના વાયરસના પગલે સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય

અન્ય સમાચારો પણ છે...