તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિંહુજ નજીકથી 3.74 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેમદાવાદ તાલુકાના સિંહુજ નજીકથી પોલીસે ફિલ્મી ઢબે ગાડીનો પીછો કરીને રૂ.3,74,400 ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

ડિવીઝન સ્ક્વોડની ટીમ મહેમદાવાદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે સમયે એક ખાનગી ડાલુએ પોલીસની કારને ઓવરટેક કરતાં પોલીસની ટીમને શંકા જતાં તેનો પીછો શરૂ કર્યો હતો. જોકે ડાલુના ચાલકે તેનું ડાલુ રૂદણ ચોકડીથી કરોલી પાટિયાથી કરોલી ગામ તરફ વાળી દીધી હતી. જોકે પોલીસ પીછો કરતી હોવાથી ડાલુના ચાલકે કરોલીથી સિંહુજ તરફ ગાડી હંકારી સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા, સિંહુજ તરફ જતાં માર્ગે ડાલુ સાસુ-વહુની તલાવડી નજીક ગટરમાં ઉતરી ગઇ હતી. પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે ચાલક ગાડી ચાલુ જ મૂકીને ફરાર થઇ ગયો હતો. પોલીસે ડાલુમાં તપાસ કરતાં તેમાં પ્લાસ્ટિકનું સીલ મારવામાં આવ્યું હતું. જે સીલ તોડીને જોતાં અંદરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ. 3,74,400 ની કિંમતનો દારૂનો જથ્થો અને રૂ. 2 લાખની કિંમતની ગાડી મળી કુલ રૂ. 5,74,400 નો મુદ્દામાલ કબજે લઇ, ડાલુના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વિદેશી દારૂની હેરાફેરી કરી રહેલ ડાલુનો ચાલક ફરાર

અન્ય સમાચારો પણ છે...