તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં શાકોત્સવ ઉજવાયો, 60 મણ રિંગણાનું શાક બનાવ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ખાતે પોષી પૂનમના રોજ ભવ્યાતિભવ્ય રીતે શાકોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ભગવાન શ્રી હરિએ બે સદી પહેલા લોયાના સુરાખાચરના દરબારમાં 12 મણ ઘીનો વઘાર મુકી 60 મણ રીંગણાનું શાક બનાવી ભક્તોને ભાવથી જમાડ્યાં હતાં. વડતાલ સ્વામિનારાયણ મંદિરના આસીસ્ટંટ કોઠારી સંત સ્વામીએ જણાવ્યું હતું કે, શ્રીહરિએ સ્વહસ્તે રીંગણનું શાક બનાવી નંદ સંતો, હરિભક્તોને પ્રેમ ભાવથી રીંગણનું શાક અને રોટલા જમાડી ખૂબ રાજી કર્યાં હતાં. પોષી પૂનમના રોજ વડતાલ પવિત્રાનંદ સ્વામીના સભામંડપમાં ચાલતી પૂ. બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામીની ધર્નુમાસની કથામાં લોયાના શાકોત્સવની કથા કરી હતી. આચાર્ય રાકેશપ્રસાદજી, મંદિરના ચેરમેન દેવપ્રકાશ સ્વામી, મુંબઈના પૂર્વ કોઠારી સૂર્યપ્રકાશ સ્વામી વિગેરે હાજર રહ્યાં હતાં. 25 હજારથી વધુ ભક્તોએ શાકોત્સવનો પ્રસાદનો લાભ લીધો હતો.

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ભવ્યાતિભવ્ય શાકોત્સવ ઉજવાયો હતો.

સીધુ સામાન
1600 કિલો : રીંગણ

1000 કિલો : બાજરીના રોટલા

800 કિલો : ચુરમાના લાડુ, ખીચડી-કઢી

40 કિલો :કાજુ-દ્રાક્ષ

22 ડબ્બા : ચોખ્ખુ ઘી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો