સાવલી દૂધ ઉ. સહકારી મંડળીમાં ઉચાપત કેસમાં મંત્રીને 2 વર્ષની કેદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપડવંજ કોર્ટે તાલુકાના સાવલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રીને નાણાકીય ઉચાપત બાબતે બે વર્ષની કેદની સજાનો હુકમ કર્યો છે.

સાવલીના સોમાભાઈ રઇજીભાઈ પરમાર ધી સાવલી દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી.માં 1લી જાન્યુઆરી, 2007થી 30મી જૂન, 2007ના સમય દરમિયાન મંત્રી તરીકે ફરજ બજાવતા હતા. આ સમયગાળા દરમિયાન વી.એ. પટેલ સબ ઓડિટર સહકારી મંડળીઓ (દૂધ) કપડવંજએ કરેલા ઓડિટ દરમિયાન મંત્રી સોમાભાઈ પરમારે કાયમી અને હંગામી મળી કુલ રૂ.56,112ની નાણાકીય ઉચાપત કરી હતી. આ ઓડિટરના અહેવાલના આધારે જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓના આદેશાનુસાર એસ.એમ. પરમારે કપડવંજ ગ્રામ્ય પોલીસ મથકે સોમાભાઈ સામે ફરિયાદ આપી હતી. આ ફરિઆદ આધારે ચાર્જશીટ થઇ કપડવંજ કોર્ટમાં આવતા સરકારી વકિલ કે.એ. સુથારની રજુઆત, પુરાવા તથા દલીલોને ધ્યાને રાખી ન્યાયધિશે સોમાભાઈને કસુરવાર ઠેરવીને બે વર્ષની કેદ તથા રૂ.બે હજારનો દંડનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...