સાદરા ગામમાં જાન આવે તે પહેલા જ બાળલગ્ન અટકાવ્યાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેમદાવાદ તાલુકાના સાદરા ગામે ગયા સપ્તાહ દરમિયાન બાળકીના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. બીજા દિવસે જાન પણ આવવાની હતી. પરંતુ 181ની ટીમને જાણ થતાં સ્થળ પર પહોંચી લગ્ન અટકાવ્યાં હતાં અને બાળકીના પિતાને કડક શબ્દોમાં તાકીદ કરતાં તેઓએ લગ્ન મોકૂફ રહ્યાનો વેવાઇને જાણે કરી હતી.

મહેમદાવાદના સાદરા ગામમાં બાળ લગ્ન થત હોવાની માહિતી 181 અભયમની ટીમને મળી હતી. જેથી ટીમના રીટાબહેન ભગત દ્વારા સ્થળ પર પહોંચીને બાળકીના પરિવારજનોને સમજાવવામાં આવ્યાં હતાં અને બાળ લગ્ન ગેરકાયદેસર હોવાની સમજ આપીને અટકાવ્યાં હતાં. પરિવારના વડિલોને દિકરીની ઉંમર 18 વર્ષની ન થાય ત્યાં સુધી તેના લગ્ન નહીં કરવાની સમજણ આપી હતી. આ ઉપરાંત રીટાબહેને દીકરીની માતાને પણ ખાસ સમજણ આપવામાં આવી હતી. આખરે પરિવારજનોએ પુત્રી 18 વર્ષની ન થાય ત્યાં સુધી લગ્ન નહીં કરવાની બાંહેધરી આપી હતી. આ પ્રસંગે હાજર મહેમાનોને પણ જમાડી પરત મોકલવામાં આવ્યાં હતાં.

ખેડાની 181 અભયમની ટીમને જાણ થતાં સ્થળ પર પહોંચી બાળકીના પિતાને બાળલગ્ન ન કરવા સમજાવ્યાં


અન્ય સમાચારો પણ છે...