તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાળ લગ્નમાં તંત્ર પહોંચતાં જાન લીલા તોરણે પાછી ફરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મહેમદાવાદ ખાતે થઇ રહેલા બાળ લગ્નની જાણ તંત્રને થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચી અટકાવવામાં આવતા જાન લીલા તોરણે પાછી ફરી હતી. આ અંગે વાલીઓને ઠપકો આપી લેખીત બાયેંધરી લેવામાં આવીહતી.

ખેડા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીમાં બાતમી માહિતી મળી હતી કે, મહેમદાવાદમાં આવેલ મોહન ભગતની વાડી ખાતે બાળલગ્ન થઇ રહ્યા છે.

માહિતી આધારે ખેડા જીલ્લા સમાજ સુરક્ષા અઘિકારી એલ.જી.ભરવાડના માર્ગદર્શન હેઠળ જિલ્‍લા બાળ સુરક્ષા એકમના અઘિકારી મહેશ ૫ટેલ, લીગલ કમ પ્રોબેશન ઓફિસર કિર્તીબેન જોષી, કાઉન્‍સેલર ત્રિભોવન મકવાણા તથા ટીમ અને મહેમદાવાદ પોલીસ અધિકારીગણ અને મોટીસંખ્યામાં પલીસ કાફલા સાથે બાળલગ્‍ન થનાર ગામની મુલાકાત લેવામાં આવી હતી. બાળકીઓના વાલીને મળી ઉંમરના પુરાવા જોતા દીકરીની ઉંમર ઓછી જણાઇ આવતા તેઓને બાળલગ્‍ન પ્રતિબંધક અઘિનિયમની સમજ આપવામાં આવી હતી. જેથી કરી આ દીકરીના વાલીએ લેખિત બાંહેઘરી આપેલ છે કે, અમો અમારી દીકરીના લગ્‍ન 18 વર્ષ પૂર્ણ થયા બાદ જ કરીશુ. આ લગ્‍ન બાળલગ્‍ન હોવાથી લીલા તોરણે જાન ૫રત ફરી હતી. જેના પગલે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો હતો.

મહેમદાવાદ તંત્રની ટીમોએ બાળલગ્ન થતાં અટકાવ્યાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો