તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૂ. રવિશંકર મહારાજના જીવનના આદર્શોને અનુસરીએ : શિક્ષણમંત્રી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
‘મહાગુજરાત ચળવળના પ્રણેતા અને ગુજરાત રાજ્યની સ્થાપનામાં જેમનો સિંહ ફાળો છે, તેવા પૂ. રવિશંકર મહારાજની સમાજ સેવા આજે પણ લોક જીવનમાં આદર્શ ગણાઇ રહી છે. ’ તેમ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પૂ. રવિશંકર મહારાજની જન્મ જયંતિ નિમિત્તે ખાત્રજથી સરસવણી સુધી પદયાત્રા દરમિયાન જણાવ્યું હતું.

મહામાનવ અને મહાગુજરાતના પ્રણેતા પૂ. રવિશંકર મહારાજની 135મી જન્મ જયંતિ નિમિત્તે પૂ. રવિશંકર મહારાજના ઘર રવિ સ્મૃતિ મંદિરની મુલાકાત લઇ પૂ.રવિશંકર મહારાજની છબીને પુષ્પાંજલિ અર્પણ કરતાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, પૂ. રવિશંકર મહારાજના જીવનના આદર્શોને અનુસરીએ તો જીવન ખૂબ જ સુંદર રીતે જીવી શકાય છે. ઘસાઇને ઉજળા થઇએ, બીજાના ખપમાં આવીએ. જેવો સુંદર જીવન મંત્ર અને પોતાની તમામ મિલકત દેશ સેવામાં આપી સમાજ સેવા અને દેશ સેવાના મંત્રને જીવનમાં ઉતારનારા પૂ. રવિશંકર મહારાજ, પૂ. ગાંધીજીના વિચારોથી પ્રેરીત થઇ પોતાનું જીવન નિ:સ્વાર્થ ભાવે સમાજ સેવામાં વ્યતિત કર્યું હતું.

મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણની આગેવાનીમાં મહેમદાવાદથી પૂ. રવિશંકર મહારાજના વતન એવા સરસવણી ગામ સુધી 15 કિલોમીટરની પદયાત્રા યોજાઇ હતી. આ પદયાત્રાના માધ્યમથી આજની યુવા પેઢીને રવિશંકર મહારાજના આદર્શોથી પરીચિત કરવામાં આવ્યાં હતાં. આ પદયાત્રામાં પાંચ સો જેટલા પદયાત્રીઓ જોડાયાં હતાં. આ ઉપરાંત સરસવણી ખાતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રવિશંકર મહારાજના ઘરની મુલાકાત લઇ પ્રદર્શન નિહાળ્યું હતું. આ ઉપરાંત તેમના વિચાર પ્રચાર, પ્રસાર સમિતિ મહેમદાવાદ દ્વારા પ્રકાશિત થયેલા પુસ્તકનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે સાંસદ દેવુસિંહ ચૌહાણ સહિત આગેવાનો હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો