તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડા જિલ્લામાં 10મીના રોજ પોલિયો રસીકરણ કાર્યક્રમ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેડા જિલ્લામાં ઘનિષ્ઠ પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન કાર્યક્રમ અન્વયે 10મી માર્ચના રોજ પોલિયો વિરોધી રસીના ટીપા પીવડાવવામાં આવશે.

દેશભરમાં ઘનિષ્ઠ પલ્સ પોલિયો ઈમ્યુનાઈઝેશન કાર્યક્રમ અન્વયે દર વર્ષે નેશનલ ઈમ્યુનાઈઝેશન ડે ઉજાવવામાં આવે છે. આ વર્ષમાં તા.10મી માર્ચ, 19ને રવિવારના રોજ નેશનલ ઈમ્યુનાઈઝેશન ડે ઉજવવામાં આવશે. આ ઉપરાંત જિલ્લાના વિવિધ સ્થળોએ પોલિયોના કાર્યક્રમને સફળ બનાવવા માટે કુલ 1173 બુથ ધ્વારા 0 થી 5 વર્ષની વયના અંદાજીત 3,24,397 બાળકોને પોલિયો વિરોધી રસીના ટીપા પીવડાવવામાં આવશે. સઘન પલ્સ પોલીયોની આ ભગીરથ કામગીરીમાં કુલ 4,688 બુથ પરના કર્મચારીઓ, 234 સુપરવાઈઝર, 46 મોબાઈલ ટીમ તેમજ 72 ટ્રાન્ઝીસ્ટ ટીમ સેવાકીય ફરજો બજાવશે.

આથી તમામ 0થી 5 વર્ષની વયના બાળકોને 10મી માર્ચના રોજ નજીકના પોલીયો રસીકરણ બુથ પર લઈ જઈ પોલીયો વિરોધી રસીના ટીંપા અવશ્ય પીવડાવવા ખેડા જિલ્લાની જાહેર જનતાને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ડી.સી.જાગાણી દ્વારા અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો