તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટીકટોક વીડિયો બનાવનારા અજાણ્યા ભરવાડ યુવક સામે પોલીસ ફરિયાદ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નડિયાદ શહેરમાં ઠાસરાના ધારાસભ્ય ઉપર થયેલા હિચકારા હુમલાનો વિડીયો વાઇરલ કરીને તેમાં ગર્ભિત ધમકી આપતાં અજાણ્યા ભરવાડ શખ્સ વિરૂધ્ધ ધારાસભ્યે ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા હાલમાં પોલીસ દ્વારા યુવકની તપાસ હાથ ધરાઈ છે.

ઠાસરાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઇ શાભઇભાઇ પરમાર ઉપર ગત તા. 30 ઓગસ્ટ 2019ના રોજ નડિયાદ કોર્ટની બહાર હુમલો કરાયો હતો. સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ હતી અને તે હુમલાનો વિડીયો જે તે સમયે વાઇરલ થયો હતો. તાજેતરમાં એક ભરવાડ શખ્સ દ્વારા બનાવવામાં આવેલ ટીકટોક વિડીયો વાઇરલ થયો હતો. જેમાં ધારાસભ્ચ કાંતિભાઇ પરમાર ઉપર થયેલા હુમલાના વિડીયો સાથે ‘માર્કેટમાં તો હજુ ભરવાડનું ટ્રેલર આયું સે.. ઓરિજનલ તો...’ શબ્દો મૂકીને વિડીયો બનાવ્યો હતો. જે વાઇરલ થતાં જ ઠાસરા અને મહુધા ધારાસભ્ય દ્વારા ખેડા જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરાઈ હતી. જોકે બાદમાં હવે આ મામલે ડાકોર પોલીસ મથકે અજાણ્યા ભરવાડ શખ્સ વિરુદ્ધ ઉશ્કેરણી કરવા મામલે ફરિયાદ નોંધાવી છે.

રાજકોટનો યુવક હોવાનું ખૂલ્યું છે
 ‘ટીકટોક વિડીયોમાં રાજકોટના યુવકનું નામ ખૂલ્યું છે. જોકે તેને આ હુમલા બાબતની પણ જાણ ન હતી. તેણે ટીકટોક એક ઓપન એપ્લિકેશન હોવાથી વિડીયોનો ઉપયોગ કર્યો છે. હાલમાં કાર્યવાહી કરી રહ્યા છીએ. જે યુવકનું નામ ખૂલ્યું છે તેને આ ઘટના કે ધારાસભ્ય સાથે કોઇ કનેક્શન નથી.’ એમ.ડી. પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલસીબી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો