તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડામાં સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ભારત માટે પ્લાસ્ટિક કચરો એકત્રિત કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડા જિલ્લાના તમામ ગામો અને નગરપાલિકા વિસ્તારોમાં મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે મહાશ્રમદાન, સ્વચ્છતા શપથ તેમજ ફિટ ઇન્ડિયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે કલેક્ટર સુધીર પટેલે જણાવ્યું કે, જિલ્લાની તમામ ગ્રામીણ-શહેરી વિસ્તારમાં સ્વચ્છતા શપથ અને મહાશ્રમદાનના કાર્યક્રમનું આયોજન કરાયું છે.

ખેડા જિલ્લાના તમામ ગામો અને નગરપાલિકા વિસ્તારોમાં જનજાગૃતિ રેલીઓ યોજાશે. નડિયાદ ખાતે 2જી ઓક્ટોબરના રોજ સ્વચ્છતા જનજાગૃતિ રેલીને કલેક્ટર સવારે સરદાર પટેલ ભવન ખાતેથી પ્રસ્થાન કરાશે. ખેડા જિલ્લામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ અંગે વ્યાપક જનજાગૃતિ ઉભી કરી મહા શ્રમદાનના કાર્યક્રમો યોજાશે. આ શ્રમદાન દરમિયાન એકત્રીત કરવામાં આવેલું પ્લાસ્ટિક નજીકની નગરપાલિકાના કલેકશન સેન્ટર પર મોકલવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ગાર્ગી જૈન, નિવાસી અધિક કલેક્ટર રમેશ મેરજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે.ડી. લાખાણી, તાલુકા વિકાસ અધિકારી તથા ચીફ ઓફિસર હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...