તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લાના અસંગઠિત કામદારો માટે પેન્શન યોજના, 50 હજારથી વધુને આવરી લેવાનું આયોજન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેન્દ્ર સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રે જોડાયેલા 18થી 40 વર્ષના શ્રમયોગી કે જેમની માસિક આવક રૂ. 15 હજાર કે તેથી ઓછી હોય તેવા શ્રમ યોગીઓ માટે પ્રધાનમંત્રી શ્રમયોગી માન, ધન (પેન્શન) યોજનાનો કેન્દ્ર સરકાર દ્વારા 15મી ફેબ્રુઆરીથી અમલ કરાયો છે. આગામી 31મી માર્ચ સુધી દેશના એક કરોડ શ્રમયોગીઓને યોજના હેઠળ સાંકળી લેવાનું કેન્દ્ર સરકારનું લક્ષ્ય છે.

ખેડા જિલ્લામાં અસંગઠિત ક્ષેત્રે કામ કરતા 50 હજાર ઉપરાંત શ્રમયોગીઓને આવરી લેવામાં આવનાર હોવાનું નિવાસી અધિક કલેક્ટર રમેશ મેરજાએ જણાવ્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રમયોગી માન, ધન યોજના હેઠળ નોંધણી માટે આધારકાર્ડ, બચત, જનધન બેંક ખાતાની પાસબુક તથા મોબાઇલ નંબરની વિગતો સાથે ખેડા જિલ્લાના 135 કોમન સર્વિસ સેન્ટર ખાતે નોંધણી કરાવી શકાશે. આ યોજના હેઠળ બાંધકામ શ્રમયોગીઓ, આયુષ્યમાન યોજનાના લાભાર્થીઓ, ખેતમંજુરો, રિક્ષા ચાલકો, આશા વર્કરો, એપીએમસીમાં કામ કરતા મજુરો, મધ્યાહન ભોજન યોજનાના વર્કરો, ફેરિયાઓ, બીડી વર્કરો, ઘરેલું કામદારો, હેન્ડલુમ કારીગર, આંગણવાડી વર્કર, હોમ બેઇઝ વર્કર નોંધણી કરાવી શકશે.

આ યોજના હેઠળ શ્રમયોગીની ઉંમર મુજબ માસિક ફાળો આપવાનો રહેશે અને કેન્દ્ર સરકાર દ્વારા તેટલો જ ફાળો ખાતામાં જમા કરાશે. શ્રમયોગીની 60 વર્ષની ઉંમરે તેને માસિક રૂ.ત્રણ હજારનું પેન્શન તે જીવીત રહેશે ત્યાં સુધી મળવાપાત્ર રહેશે. શ્રમયોગીના મૃત્યુ બાદ 50 ટકા પેન્શન તેમની પત્ની કે પતિને મળવાપાત્ર થશે.

ખેડા તા. પંચાયત ખાતે અસંગઠીત કામદારોની નોંધણી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો