તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નડિયાદનાં સાંઇ મંદિરોમાંથી ભવ્ય પલખીયાત્રાનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવિવાર તા. 14 એપ્રિલને ચૈત્ર સુદ નોમના રોજ રામનવમીના પાવન પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે. આ વખતે રવિવારે આઠમ અને નોમનો ઉત્સવ એક જ દિવસે છે. તેથી રવિવારે બપોરે રામ જન્મોત્સવની શ્રધ્ધાભેર ઉજવણી કરાશે. રામનવમી નિમિત્તે અનેક મંદિરોમાંથી ભવ્ય શોભાયાત્રા નીકળશે. નગરચર્યા અર્થે નીકળેલા પ્રભુના દર્શન કરી સૌ ધન્યતાનો અનુભવ કરશે.

નડિયાદમાં ડાકોર રોડ પર આવેલા શિરડી સાંઇબાબાના મંદિરેથી દર વર્ષની જેમ આ વર્ષ પણ રવિવારના રોજ સવારે ભવ્ય પાલખીયાત્રાનું આયોજન કરાયું છે. સાંઇનાથ મહારાજની નીકળનાર આ નગરયાત્રા ચકલાસી ભાગોળ, નાગરવાડાનો ઢાળ, સરદાર

અનુસંધાન પાના નં-3

ડાકોરમાં શ્રીજીને શ્રૃંગાર સાથે આતશબાજી
યાત્રાધામ ડાકોરના રણછોડરાયજીના મંદિરમાં રામનવમીના પાવન અવસરની આસ્થાભેર ઉજવણી કરાશે. આ પ્રસંગે શ્રીજીને ભગવાન શ્રીરામના રૂપમાં શ્રૃંગાર કરાશે. બપોરે 12 વાગ્યે રામ જન્મોત્સવ પ્રસંગે ગોપાલલાલજી મહારાજ અને શાલિગ્રામને સ્નાન કરાવાશે. તથા જોરદાર આતશબાજી કરાશે. ત્યારબાદ શ્રીજીને મહાભોગ ધરાવી કપૂરથી આરતી કરાશે. આ અનેરા અવસરે ભાવિકો દર્શનનો લ્હાવો લઇ કૃતજ્ઞ બનશે.

અન્ય સમાચારો પણ છે...