તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નડિયાદમાં પોક્સોના આરોપીને 12 વર્ષની કેદ, 25 હજારનો દંડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઠાસરા તાલુકાના અમૃતપુરા ગામેથી 1 વર્ષ અગાઉ સગીરાને ભગાડી જઇ બળાત્કાર ગુજારનાર આરોપીને નડિયાદની સેશન્સ કોર્ટે તકસીરવાન ઠરાવી 12 વર્ષની સખત કેદની સજા ફરમાવી છે. તેમજ રૂ. 25,000/-નો દંડ ફરમાવ્યો છે. જો દંડ ન ભરે તો વધુ 6 માસની સજાનો હુકમ કરી દંડની રકમ ભોગ બનનારને વળતર તરીકે ચૂકવી આપવાનો હુકમ કર્યો છે.

ઠાસરા તાલુકાના કોટલીંડોરા ગામે આવેલા પરમાર ફળિયામાં ધીરજ પ્રવિણસિંહ પરમાર રહે છે. જેણે ગઇ તા. 10/8/2018ના રોજ નજીકના અમૃતપુરા ગામેથી એક સગીરા (ઉ. 16 વર્ષને 8 માસ)ને તેના કાયદેસરના વાલીપણામાંથી જારકર્મ ઇરાદે કરવાના ઇરાદે લલચાવી ફોસલાવી બાઇક પર ભગાડી ગયો હતો, અને અવારનવાર તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ ગુનામાં ધીરજ પરમારને તેના ભાઇ મહેશ ઉર્ફે ચેબો પ્રવિણસિંહ પરમાર હકીકત જાણતો હોવા છતાં તેણે પોલીસને સાચી માહિતીથી નહીં આપીને પોતાના ભાઇ ધીરજને મદદગારી કરી હતી. તેથી આ બનાવ અંગે ડાકોર પોલીસ મથકે ધીરજ પરમાર અને મહેશ ઉર્ફે ચેબો પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે પોક્સો અંતર્ગત ધીરજ પરમાર સામે ગુનો દાખલ કર્યો હતો.

આ બનાવ નડિયાદના સેશન્સ કોર્ટના સ્પે. પોક્સો જજ એમ. એ. કડીવાલાની કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી મુખ્ય આરોપી ધીરજ પરમારને જુદી જુદી કલમો સાથે 12 વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો. તેમજ રૂ. 25 હજારનો દંડ પણ ફટકાર્યો હતો. જો આરોપી દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજાનો પણ ફરમાવ્યો હતો. આરોપી પાસેથી વસૂલ લેવાયેલા દંડની રકમ ભોગ બનનારને વળતર પેટે રૂ. 25,000/- ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.

આરોપી ધીરજ પરમાર

અન્ય સમાચારો પણ છે...