તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્સપ્રેસ વે પર ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં એકનું મોત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેમદાવાદ નજીક માંકવા પાસે એક્સપ્રેસ હાઈવે પર પુરપાટ ઝડપે જતી કાર આગળ જતી ટેન્કર પાછળ ઘુસી જતાં તેમાં સવાર મહિલાનું મોત નિપજ્યું હતું. કાર ચાલક પતિને ઝોકું આવી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં તેની પત્નીનું મોત નિપજ્યું હતું. આ મામલે મહેમદાવાદ પોલીસે તપાસ હાથ ધરી છે.

વડોદરા ખાતે નોકરી કરતાં ક્ષિતીજભાઇ દશરથભાઇ પરમાર અમદાવાદ પોતાના ઘરે જવા માટે પરિવાર સાથે નીકળ્યા હતા. તેઓ કારમાં મહેમદાવાદના માંકવા ગામ નજીક એક્સપ્રેસ હાઇવે ઉપર પસાર થઇ રહ્યાં હતાં તે સમયે ક્ષિતીજભાઇને ઝોકું આવી જતાં, કાર રોડની સાઇડમાં ઉભેલી ટેન્કર સાથે ધડાકાભેર અથડાઇ હતી. જેમાં ક્ષિતીજભાઇ, તેમના પત્ની ચાંદનીબેન અને બે વર્ષના માસુમ પુત્ર અવયુક્તને ઇજા થઇ હતી. આ તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ચાંદનીબેનનું મોત નીપજ્યું હતું, જ્યારે ક્ષિતીજભાઇ અને અવયુક્તને ઇજા થઇ હતી. આ મામલે મહેમદાવાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. એક્સપ્રેસ હાઇવે પર પુરઝડપે દોડતાં વાહનોને કારણે અકસ્માતના બનાવમાં વધારો થઇ રહ્યો છે. આ હાઇવે પર પુરઝડપે દોડતાં વાહનોને કારણે રોજબરોજ નિર્દોષનો ભોગ લેવાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો