નાંદોલીના શખસે ખોટી સહિઓ કરી પાક નુકસાન સહાય ઉપાડી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માતરના નાંદોલી ગામે રહેતાં શખસે ખોટી સહિઓ કરી સબંધીઓની સંયુક્ત માલિકીની જમીનના ખેતી પાક નુકસાન વળતરની રકમ ઉપાડી લીધાનો આક્ષેપ સાથે માતર પોલીસ મથકમાં અરજી આપી છે.

નાંદોલીં મગનભાઇ મનોરભાઇ પ્રજાપતિએ માતર પોલીસ સ્ટેશનમાં અરજી આપી રજૂઆત કરી છે કે, નાંદોલી ગામે જમીનમાં 30 માલિક કબજેદારો છે. જે વારસાઇ હકે મળેલ છે અને રેવન્યૂ રેકર્ડમાં સંયુક્ત નામે ચાલે છે. સરકારે ગત ચોમાસામાં પાક ખેડૂતોને સહાય ચુકવવાની કામગીરી કરી હતી અને જેમાં તમામ સહમાલીકોની સંમતી અને સહિઓ સાથે પુરાવા રજૂ કરી કાર્યવાહી કર્યા બાદ સરકારમાંથી ખેતીપાક નુકસાન સહાય આપવામાં આપી હતી. આ અંગે અરજદાર મગનભાઇ મનોરભાઇ પ્રજાપતિએ એવો આક્ષેપ કર્યો છે કે, તેમના કુટુંબી જયંતિભાઇ હરીભાઇ પ્રજાપતિ (રહે.નાંદોલી) એ એકલાએ ખોટા ફોર્મ ભરી અરજદાર તથા અન્ય બાકીના સહમાલીકોની સંમતી લીધા વગર ખોટી સહિઓ કરી ઉપરોક્ત ખાતા નંબરની જમીનના પાક નુકસાન સહાય પેટે ગત તા.30મી ડિસેમ્બર, 2019 ના રોજ રૂ.13,500ની રકમ બેન્કમાંથી ઉપાડી લીધી હતી અને અરજદાર મગનભાઇ સહિતના સહમાલીકો સાથે છેતરપિંડી કર્યો હોઇ તેની સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી.

સંમતી લીધા વગર નાણાં ઉપાડ્યાં : એસપીને રજુઆત કરી

અન્ય સમાચારો પણ છે...