તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નડિયાદની યુવતીએ બુટલેગરના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા એક પરિવારની યુવતીએ માથાભારે બુટલેગરના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી લેતાં તેને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર અર્થે અમદાવાદ રિફર કરવામાં આવી હતી, જોકે અમદાવાદ લઇ જવાની જગ્યાએ પરિવાર તેને લઇને ઘરે પરત જતો રહ્યો હતો. હાલમાં આ મામલે પશ્ચિમ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા એક પરિવારની પુત્રીએ આ વિસ્તારના એક માથાભારે શખ્સના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી લેતાં તેને સારવાર અર્થે રાત્રિના સમયે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર અર્થે અમદાવાદ રિફર કરવામાં આવી હતી. જોકે યુવતીના પિતા તેને અમદાવાદ લઇ જવાની જગ્યાએ તેને લઇને ઘરે જતાં રહ્યા હતા. સોમવારે ફરીથી યુવતીની તબિયત લથડતાં તેને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી. જ્યાંથી પરિવારજનો તેને પરત લઇ ગયા હતા. આ મામલે નડિયાદ પશ્ચિમ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પૈસાની લેતી- દેતીને લઇને યુવતીએ માથાભારે ઇસમના ત્રાસથી ઝેરી દવા પીધી હોવાથી, હાલમાં પોલીસ તેના પિતાની પૂછપરછ કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. શહેરમાં માથાભારે શખ્સોના ત્રાસને કારણે આપઘાત કરવો પડે તેવા બનાવો બની રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા આ પ્રકારના તત્વો સામે કાર્યવાહી કરે તેવી માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...