તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદનો સંઘ શ્રીનગર નજીક ફસાયો, તંત્રની મદદથી રાહત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ શહેરના વૈષ્ણોદેવી યાત્રા સંઘ દ્વારા છેલ્લા 29 વર્ષથી વૈષ્ણોદેવીની યાત્રાનું આયોજન કરવામાં આવે છે. જે સંદર્ભે ચાલુ વરસે પણ સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંઘ 1લી જાન્યુઆરીના રોજ નડિયાદથી જમ્મુ તાવી એક્સપ્રેસ ટ્રેનમાં 450 જેટલા યાત્રાળુઓ સાથે સંઘ કટરા પહોંચ્યો હતો. જ્યાં પહોંચી 15 કિલોમીટર દુર વૈષ્ણોદેવીના દર્શન કર્યાં હતાં. બાદ 180 વ્યક્તિનું એક જુથ 5મી તારીખે શ્રીનગર પહોંચ્યું હતું. જ્યાં ત્રણેક દિવસ રોકાયા બાદ તેઓ પરત કટરા આવવા બસમાં નીકળ્યાં હતાં. દરમિયાન 70 કિલોમીટર દુર બનીહાલ પાસે ભુસ્ખલનના કારણે જામ થયેલા ટ્રાફિકમાં અટવાતા કાતિલ ઠંડીમાં તેમની ખાણી-પીણીની સમસ્યા ઊભી થઈ હતી. બીજી તરફ યાત્રામાં બાળકો અને મહિલાઓ મોટી સંખ્યામાં હોવાથી ચિંતા વધી હતી. આથી,અટવાયેલા યાત્રિકોએ બીજા દિવસે શનિવારે બપોરે ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણનો સંપર્ક સાધી તેમની પાસે મદદ માંગી હતી. જેથી તેમણે રેલ્વેના જનરલ મેનેજરને ફોન કરીને ત્યાં અટવાયેલા યાત્રિકો માટે એક સ્પેશ્યલ ટ્રેનની વ્યવસ્થા કરવાની અપીલ કરી હતી. જેને લઇને રેલ્વે દ્વારા હિલ્લર શાહાબાદ સ્ટેશનથી બલિહાલ સુધી એક ખાસ ટ્રેન દોડાવવામાં આવી હતી. સાંજના 6.30 ના આસરામાં યાત્રિકો બલિહાલ પહોંચ્યા હતા, જ્યાંથી તેમણે કટરા પહોંચવા માટે અન્ય વાહનની વ્યવસ્થા કરવાની તજવીજ હાથ ધરી છે. કટરાથી રવિવારની નડિયાદ પરત આવવાની ટ્રેન હોવાથી કટરા પહોંચવા માટે હાલમાં બસ કે ખાનગી વાહનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

નડિયાદના મહિલા કાઉન્સિલર અને ફાયર સુપ્રિટેન્ડન્ટ પણ અટવાયા, 70થી વધુ મહિલાઓ અને બાળકો સાથે છે
નડિયાદથી દર વરસની જેમ આ વરસે પણ વૈષ્ણવદેવી સંઘ પહેલી જાન્યુઆરીએ ઉપડ્યો હતો.

શુક્રવારના ફસાયા છીએ, કટરા પહોંચવા મથીએ છીએ
સંઘમાં વૈષ્ણોદેવી ગયેલા નડિયાદ ફાયર બ્રિગેડના ફાયર સુપ્રિટેન્ડન્ટ દિક્ષીતભાઇ પટેલનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, અમે શુક્રવારે સવારના ફસાયા છીએ. અમે સાંસદ પાસે મદદ માંગતા તેઓએ ટ્રેનની વ્યવસ્થા કરી છે. જોકે અમે હજી બનિહાલ પહોંચશું પરંતુ ત્યાંથી કટરા જવાની કોઇ વ્યવસ્થા થઇ નથી. હાલમાં કોઇપણ રીતે કટરા પહોંચવું જરૂરી છે. 70 થી વધુ મહિલાઓ અને બાળકો સાથે છે.

તંત્ર તરફથી મદદ મળે તેની વ્યવસ્થા કરી છે
થોડા સમય પહેલાં જ મેસેજ મળ્યો છે. હું ત્યાં અટવાયેલા દિક્ષિતભાઇ પટેલ સાથે સંપર્ક સાધી તંત્ર તરફથી મદદ મળી રહે તેવી વ્યવસ્થા કરી રહ્યા છીએ.આ સંદર્ભે સ્થાનિક વહીવટીતંત્ર સાથે પણ વાતચીત કરવામાં આવી છે.’’ આઇ.કે.પટેલ, કલેક્ટર, નડિયાદ

રેલ્વેના મેનેજર સાથે વાત કરી ટ્રેનની વ્યવસ્થા કરાવી છે
હું ગાંધીનગરથી પરત આવતો હતો ત્યારે બપોરે મારા ઉપર ફોન આવ્યો હતો. જેથી મેં રેલ્વેના જનરલ મેનેજર સાથે વાત કરીને સ્પેશ્યલ ટ્રેનથી તમામને બનિહાલ સુધી લઇ આવવાની વ્યવસ્થા કરી છે અને ત્યાંથી આગળની વ્યવસ્થા પણ ગોઠવી રહ્યા છીએ. આ લોકો શુક્રવાર સવારના ફસાયા હતા પણ મને આજે જાણ કરી. દેવુસિંહ ચૌહાણ, ખેડા, સાંસદ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો