નડિયાદ રેલવે સ્ટેશને અજાણ્યા યુવકની લાશ મળી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ શહેરના રેલવે સ્ટેશન ખાતે નેરોગેજ પ્લેટફોર્મ પાસે મંગળવારે અજાણ્યા યુવકની લાશ મળી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, નડિયાદ રેલવે સ્ટેશન પર નેરોગેજ પ્લેટફોર્મ પાસે મંગળવાર સવારે અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. આ અંગે રેલવે પોલીસને જાણ કરતા ટીમ સ્થળ પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં આશરે 40 વર્ષના અજાણ્યા યુવકનું કુદરતી રીતે મોત થયાનું જણાયું હતું. આથી, રેલવે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...