નડિયાદ પ્રા. શિક્ષણ સમિતિમાં 47 કર્મી 2 માસનાં પગાર વંચિત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રૂ. 10 હજારના ઓફિસ કન્ટીજન્સી ખર્ચની પાલિકામાં માગણી કરવાના કારણે વિવાદ ઉભો થયો છે. ત્રણ માસથી ચાલતા આ વિવાદના કારણે સમિતિમાં કામ કરતા 47 કર્મચારીનો પગાર છેલ્લા બે માસથી અટક્યો છે. દર મહિને ખર્ચના રૂ. 10,000 નો વધારાની માગણીના પગલે ભારે રહસ્ય સર્જ્યુ છે.

નડિયાદ પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતી 46 તેડાગર બહેનોના દર મહિને રૂ. 1500 લેખે કુલ રૂ. 69,000 રકમ ચૂકવાતી હતી. નિયમિત રીતે ચૂકવાતી આ રકમ વચ્ચે 3 માસ અગાઉ સમિતિના શાસનાધિકારી દ્વારા પાલિકા પાસેથી રૂ. 10,000ના ઓફિસ ખર્ચની માગણી કરવામાં આવી હતી. આમ, પાલિકા તરફથી દર મહિને કુલ રૂ. 74,300 મળતા હતા, ત્યાં સમિતિ તરફથી એકાએક દર મહિને રૂ. 10,000ની વધુ માગણી થતા પાલિકા સત્તાધીશો પણ વિચારમાં પડી ગયા છે. એકસ્ટ્રા માગણી કરાયેલા રૂ. 10,000 જેવી મોટી રકમ દર મહિને કેવી રીતે ચૂકવવી ? તે બાબતનો હલ પાલિકાને પણ મળતો નથી.

અગાઉની જેમ રેગ્યુલર ખર્ચ મંજૂર કરાયો છે
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રૂ. 10 હજારના વધારાના ખર્ચની માગણી કરી હતી. જેના કારણે સમિતિ પાસે સ્પષ્ટતા માગવામાં આવી હતી. જેના અનુસંધાનમાં સમિતિ દ્વારા ખુલાસો કરી દેવાયો છે. પરંતુ અગાઉ ચૂકવાતી હતી, એટલી રૂ. 73,400ની રકમ ચૂકવાશે. 8 એપ્રિલના રોજ શિક્ષણ સમિતિને ચેક મળી જાય તેવી તજવીજ કરાઇ છે. એસ.કે. ગરવાલ, ચીફ ઓફિસર, નડિયાદ