તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદ પાલિકાની સભા ચર્ચા વિના જ સંપન્ન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નડિયાદ નગરપાલિકામાં મંગળવારે યોજાયેલી સામાન્ય સભા નાટ્યાત્મક રહી હતી. આ સભામાં બજેટ સહિત મહત્વપૂર્ણ ઠરાવો હતાં. પરંતુ આ ઠરાવ પર કોઇ જ ચર્ચા કે વિચારણા વગર જ સેકન્ડોમાં પૂર્ણ કરી દેવાતાં હોબાળો થયો હતો. જોકે, પ્રમુખ કે ઉપપ્રમુખ આ હોબાળો સાંભળવા ઉભા રહ્યાં નહતાં. જેને પગલે ચીફ ઓફિસરની ઝપટમાં આવી ગયાં હતાં અને તેમની કેબીનમાં જ ઉધડો લીધો હતો. આખરે સભ્યોએ બેજટમાં સુઓમોટો કરવા લેખિતમાં રજુઆત કરી હતી.

પાલિકા પ્રમુખ દીપીકાબહેન પટેલની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઇ હતી. શરૂઆતમાં શહિદો માટે બે મીનીટ મૌન પાળવામાં આવ્યું હતું. બાદમાં કારોબારી અધ્યક્ષ મનીષભાઈ દેસાઇએ સર્જીકલ સ્ટ્રાઇક સંદર્ભે જવાનોને બિરદાવ્યાં હતાં. તેમની સ્પીચ પૂર્ણ થતાં જ અધ્યક્ષ સ્થાનેથી સભા બરખાસ્ત કરાઈ હતી. જેને પગલે વિપક્ષના સભ્યો અને શાસકના પણ કેટલાક સિનિયર સભ્યો આશ્ચર્યચકિત થઇ ગયાં હતાં. સભામાં કેટલાક વિવાદાસ્પદ ઠરાવને લઇ પહેલેથી જ હોબાળો થાય તેવી શક્યતા હતી. પરંતુ પ્રમુખ, ઉપપ્રમુખે ચાલતી પકડી હતી. પાછળ રહેલા ચીફ ઓફિસર વિપક્ષના હાથમાં આવી ગયાં હતાં અને તેઓએ ઉધડો લીધો હતો. જોકે, તેઓ પણ પોતાની કેબીનમાં જતાં સૌ તેમની પાછળ ગયાં હતાં અને સભા સામે વિરોધ નોંધાવ્યો હતો.

હોબાળો થયો : આગલા દિવસે જ પક્ષના સભ્યોએ ભેગા થઇ ઠરાવો મંજુર કરી દીધા હોય તો સભા શા માટે બોલાવો છો ? તેવો પ્રશ્ન ઉઠાવ્યો
નડિયાદ નગરપાલિકાની સામાન્ય સભામાં બજેટની ચર્ચા જ ન થતાં વિપક્ષે હોબાળો મચાવ્યો હતો.

બજેટની વાત જ નથી થઇ ત્યારે તે મંજૂર છે કે નામંજૂર ? તે જ પ્રશ્ન છે
બોર્ડ શરૂ કરી બંધ કર્યું. બજેટ બાબતે કોઇ જ ચર્ચા કરવામાં આવી નથી. મંજુર છે કે નહીં ? ઔપચારીક વાત જ નથી થઇ. બોર્ડની અંદર બજેટ મંજુર થયું જ નહોય, તો તેનો અમલ કરવાનું કેવી રીતે ? બજેટ બોર્ડની અંદર મંજુર ન થયું હોય તો તેની અંદર એજન્ડાના ઠરાવ થતા હોય છે, આખા વર્ષ દરમિયાન ઠરાવનો અમલ કેવી રીતે કરશો? દેવેન્દ્રભાઈ પટેલ, વિપક્ષ સભ્ય, પાલિકા, નડિયાદ.

મારે કશું જ કહેવું નથી, જે કહેશે તે અધ્યક્ષ કહેશે
આ બાબતે મારે કશું કહેવું નથી. જે કાંઇ કહેવાનું છે તે અધ્યક્ષ કહેશે. મારે ખાલી હાજરી આપવાની હોય છે. હું કોઇ જ કોમેન્ટ નહીં કરૂં.’ એસ.કે. ગરવાલ, ચીફ ઓફિસર, નગરપાલિકા, નડિયાદ.

સુઓમોટો દાખલ કરવા માગ
નડિયાદ પાલિકાના સભ્યો વિજયભાઈ પટેલ, દિપલબહેન પટેલ, તૃપ્તીબહેન પટેલ, મહેશભાઈ રબારી, મીરાજભાઈ પટેલ, અવનિષભાઈ જોષી, ઐયુબભાઈ પઠાણ અને દેવેન્દ્રભાઈ પટેલે લેખીતમાં જણાવ્યું હતું કે, પાલિકાની 26મીની સામાન્ય સભા માત્ર એક જ મીનીટમાં પૂર્ણ કરી દેવામાં આવી છે. વાર્ષિક બજેટ જેવી ગંભીર બાબતો ઉપર કોઇ પણ જાતની ચર્ચા વિચારણા થઈ નથી અને બોર્ડ બરખાસ્ત કરી પ્રમુખ બોર્ડમાંથી ઉભા થઇ જતાં રહ્યાં છે. આવા સંજોગોમાં ચીફ ઓફિસર બોર્ડના સભ્ય સચિવ હોય અને તેમની હાજરીમાં જ બોર્ડમાંથી પ્રમુખ જતા રહ્યાં હોય તો ચીફ ઓફિસરને તેમની નૈતિક ફરજ ઉપર આ બજેટ બોર્ડનો સુઓમોટો દાખલ કરવામાં આવે. સામાન્ય સભા સેકન્ડોમાં આટોપી લેવાતાં વિપક્ષના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો.

વિપક્ષને વાંધો હોય તો ચીફ ઓફિસરને લેખિતમાં આપી શકે છે : કારોબારી ચેરમેન
52માંથી 46 સભ્યો ભાજપના પક્ષમાં છે. ગઇકાલે પક્ષની બેઠક મળી હતી. જેમાં સભ્યો હાજર હતાં. એજન્ડા પર વાતચીત થઇ હતી. તેમાં કોઇને કંઇ વાંધો નહતો. કોઇ એજન્ડા એવો છે નહીં, તેમાં વાંધો હોય. કદાચ વિરોધપક્ષને વાંધો હોય તેઓ સીઓને લેખીતમાં વાંધો આપી શકે છે. બજેટ રજુ કરવામાં આવ્યું છે. બધાને 15 દિવસ પહેલા એજન્ડા મોકલી દેવાયો છે. કોઇને વિરોધ હોય છે, તો લેખીતમાં જાણ કરે જ છે. મનીષભાઈ દેસાઇ, કારોબારી ચેરમેન, પાલિકા, નડિયાદ.

પાલિકાના 2019-2020ના બજેટમાં શું છે?
આવક રકમ (રૂ. લાખમાં)

ઉઘડતી સિલક (સંભવિત) 2,778.63
ટેક્ષની કુલ આવક 1,678.00
ભાડાની કુલ આવક 139.10
અન્ય પરચુરણ આવક 380.35
સહાયક અનુદાનની આવક 2,172.00
વિકાસ ગ્રાન્ટની આવક 5,636.60
અસાધારણ આવક 283.00
કુલ આવક 13,067.68

જાવક રકમ
મહેસુલી ખર્ચ 5,574.75
આવશ્યક સેવા ખર્ચ 302.00
વિકાસ ગ્રાન્ટ વપરાશ ખર્ચ 5,489.00
દેવુ અને જવાબદારીઓ 1,021.00
અસાધારણ ખર્ચ 289.00
સિલક 391.93
કુલ ખર્ચ 13,067.68
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો