તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદ નગરપાલિકા હાલ જાણે આર્થિક સંકડામણમાંથી પસાર થઇ રહી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

નડિયાદ નગરપાલિકા હાલ જાણે આર્થિક સંકડામણમાંથી પસાર થઇ રહી હોય તેમ રિઝર્વ પ્લોટ વેચવા કાઢવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત નડિયાદ પશ્ચિમ માટેના સ્મશાનની જગ્યાને સંપાદનમાંથી મુક્ત કરી ખેડૂતને પરત કરવાનો ઠરાવ 26મીએ બજેટ બેઠકમાં કરશે. જોકે, તેની સામે ટીપી એકનો રિઝર્વ પ્લોટ સ્મશાન તરીકે આપે તેવી શક્યતા છે. આ મુદ્દે વિપક્ષો આક્રમક મુડમાં છે. પરંતુ શાસકો પણ અગાઉની જેમ બે મિનીટમાં જ બેઠક આટોપી ઘરભેગાં થઇ જાય તેવી શક્યતા જોવા મળી રહી છે.

પાલિકાની બજેટ બેઠક 26મી ફેબ્રુઆરીના રોજ પ્રમુખ દિપીકાબહેન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાશે. આ બેઠક સંદર્ભે જાહેર કરાયેલા એજન્ડામાં વિવિધ 54 મુદ્દાનો સમાવેશ કરાયો છે. જેમાં ડ્રેનેજ, ફાયર, સફાઇ સહિતના મુદ્દા આવરી લેવાયા છે. જોકે, મહત્વના એવા બે મુદ્દા છે. જેમાં હોબાળો થાય તેવી શક્યતા છે. ઠરાવ નં.49માં જણાવ્યા મુજબ, કારોબારીની ભલામણ મુજબ ઇન્ચાર્જ ટીડીઓના રિપોર્ટ અનુસંધાને પશ્ચિમ વિસ્તારમાં સ્મશાન બનાવવા અંગે રે.સર્વે નં.3398 વાળી જમીન સંપાદનમાંથી મુક્ત કરવા સાથો સાથ ટીપી નં.1 ફાયનલ પ્લોટ નં. 863 વાળો પ્લોટ જે પબ્લિક યુટીલીટી માટે છે. જેને હેતુફેર કરી સ્મશાન માટે ફાળવવાનો નિર્ણય લેવાયો છે. આ ઠરાવમાં વિપક્ષો કશુંક રંધાયું હોવાનું જણાવી રહ્યાં છે. પ્લાન મંજુર થયાના વરસો થઇ ગયાં છતાં તેમાં ફાળવેલો પ્લોટ હજુ સુધી કેમ સંપાદન થયો નથી ? હજુ આવા કેટલા પ્લોટ છે ? કે જે પાલિકા સંપાદન કરી શકી નથી. પાલિકાના ચીફ ઓફિસર એસ.કે.ગરવાલે જણાવ્યું હતું કે, ડેવલપમેન્ટ પ્લાન મંજુર થયાને દસ વરસમાં રિઝર્વેશન માટે જે તે જમીન સંપાદન કરી લેવી જરૂરી છે. જેના માટે જમીન માલિકને વળતર પણ ચૂકવી દેવું પડે. જોકે, પાલિકા દ્વારા વળતર ચુકવાયું નથી. જેને કારણે સંપાદન રદ્દ થાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો