તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નડિયાદ પાલિકાના કર્મચારીનું હોટલમાં શંકાસ્પદ હાલતમાં મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ નગરપાલિકાના મેલેરિયા વિભાગમાં ફિલ્ડ વર્ક તરીકે ફરજ બજાવતા કર્મચારીનું શુક્રવારના રોજ શહેરીની જ હોટલમાં શંકાસ્પદ હાલતમાં મૃત્યું નિપજ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં હૃદયરોગના હુમલાથી મોત થયાનું જણાયું હતું.

નડિયાદ પાલિકામાં મેલેરિયા વિભાગના ફિલ્ડ વર્ક તરીકે ફરજ બજાવતા કિરીટભાઈ પારેખ (ઉ.વ.આ.55) શુક્રવારના રોજ સવા ચારેક વાગ્યાના સુમારે પાલિકાની નજીક જ આવેલી ગ્રીન હોટલ એન્ડ ગેસ્ટ હાઉસમાં રોકાયાં હતાં. દરમિયાનમાં સાડા પાંચ વાગ્યાની આસપાસ તેમને છાતીમાં ગભરામણ થઇ હતી.

આ અંગે તેમણે હોટલના મેનેજરને જાણ કરી આરામ કરવા વધુ સમય માંગ્યો હતો. જેથી, મેનેજરે તેમને રૂમમાં આરામ કરવા દીધો હતો. જોકે, થોડી મિનિટમાં તપાસ કરતાં કિરીટભાઈ બેભાન હાલતમાં પડ્યાં હતાં. આથી, મેનેજરે તાત્કાલિક હોટલ માલિકને જાણ કરી હતી અને મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જેને પગલે પહોંચેલી શહેર પોલીસે કિરીટભાઈને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં.

નડિયાદ પાલિકાના કર્મીનું હોટલમાં શંકાસ્પદ હાલતમાં મૃત્યુ નિપજ્યું હતું.

નડિયાદમાં રહેતા હોવા છતાં હોટેલમાં ગયા
નડિયાદ પાલિકામાં મેલેરિયા વિભાગના ફિલ્ડ વર્ક તરીકે ફરજ બજાવતા કિરીટભાઈ પારેખ નડિયાદ શહેરમાં જ રહેતા હોવા છતાં હોટેલમાં આરામ કરવા માટે જવાનો મુદ્દાએ પણ ચર્ચા પકડી છે. તેમની સાથે અન્ય કોઇ હતું કે, નહીં તે બાબતે પણ ચર્ચા ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...