તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નડિયાદ કોર્ટે જય પંચાલ સામે હત્યાનો ગુનો દાખલ કરવાની અરજી ફગાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ શહેરના ચકચારી કલ્પના રોહિત આપઘાત કેસમાં દુષ્પ્રેરણના ગુનામાં કલ્પના રોહિતના મિત્ર જય પંચાલ વિરૂધ્ધ હાલમાં કેસ ચાલી રહ્યો છે. જોકે ફરિયાદી પક્ષે આ મામલો આપઘાતનો નહીં પણ હત્યાનો હોવાને લઇને નડિયાદ કોર્ટમાં અરજી દાખલ કરાઈ હતી. જય પંચાલ સામે હત્યાનો ગુનો નોંધવાની અને નડિયાદ સિવિલ હોસ્પિટલના તબીબો અને તત્કાલિન પોલીસ ઇન્સપેક્ટરને સહ આરોપીઓ તરીકે લેવાની અરજી કરાઈ હતી. બંને પક્ષોને સાંભળ્યા બાદ મંગળવારે કોર્ટે બંને અરજીઓ ફગાવી દીધી હતી. જોકે હવે આ મામલે હાઇકોર્ટમાં અરજી કરાશે. નડિયાદમાં ગર્લ્સ હોસ્ટેલમાં રહીને નર્સિંગનો અભ્યાસ કરતી અને મૂળ ગાંધીનગરની કલ્પના પ્રવિણભાઈ રોહિતે તા. 10મી સપ્ટેમ્બર, 2017ની રાત્રે કર્મવીર ફ્લેટના નવમા માળેથી કૂદી આપઘાત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...