તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેમદાવાદ તાલુકા પંચાયતની બે બેઠકો પર મહિલા સભ્યોને જીવતદાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેમદાવાદ તાલુકા પંચાયતમાં પક્ષાંતર ધારા હેઠળ કોંગ્રેસના બે મહિલાઓના સભ્ય પદ રદ કરવાના વિકાસ કમિશ્રનરના હુકમ સામે મનાઇહુકમ ફરમાવ્યો છે. આ હુકમનું એવું અર્થઘટન કરાયું છે કે, કોંગ્રેસમાં જોડાયેલા બંન્ને મહિલા સભ્યોના સભ્યપદ યથાવત્ રાખવાનો કરાયેલો હુકમ કરતા સામી પેટા ચૂંટણીએ જ ફટકો પડ્યો છે. હવેની સ્થિતિમાં મહેમદાવાદ તાલુકા પંચાયતની બે બેઠકોની પેટાચૂંટણી યોજાશે નહીં.

અઢી વર્ષ અગાઉ મહેમદાવાદ તાલુકા પંચાયતમાં ભાજપના બે મહિલા સભ્યો સાવિત્રીબેન જુવાનસિંહ ચૌહાણ અને સુનિતાબેન કિરણભાઇ પટેલ કોંગ્રેસમાં જોડાયા હતા. બાદમાં સાવિત્રીબેન ચૌહાણને તાલુકા પંચાયતના પ્રમુખપદ અને સુનિતાબેન પટેલને કારોબારી અધ્યક્ષપદની ભેટ આપવામાં આવી હતી. પરંતુ પક્ષાંતર ધારા હેઠળ આ બંન્ને મહિલાઓના સભ્યપદ ગેરલાયક ઠરાવવા માટે તેને વિકાસ કમિશ્નર સમક્ષ પડકારવામાં આવ્યો હતો. જેમાં વિકાસ કમિશ્રનરે આ બંન્ને મહિલાઓને સભ્યપદેથી ગેરલાયક ઠરાવવાનો હુકમ કર્યો હતો. આથી કોંગ્રસ દ્ધારા આ હુકમને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેમાં વિકાસ કમિશ્રનરના હુકમ સામે સ્ટે ઓર્ડર આપવાની માંગ કરાઇ હતી. જેથી સાવિત્રીબેન ચૌહાણ અને સુનિતાબેન પટેલનું સભ્યપદ જળવાઇ રહે. જેમાં સુનાવણીના અંતે જજ વી. એમ. પંચોલીએ વિકાસ કમિશ્રનરના હુકમને રદ કરી કોંગ્રેસની અરજીને માન્ય રાખી મનાઇ હુકમ ફરમાવ્યો છે. તેથી હવે તા. 29 ડિસેમ્બરના રોજ મહેમદાવાદ તાલુકા પંચાયતની ખાત્રજ અને માંકવા બેઠક માટે યોજાનાર પેટાચૂંટણી પણ આપોઆપ રદ થઇ છે, અને બંન્ને મહિલાઓના સભ્યપદ બચી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...