તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિમાગથી નહીં દિલથી, પૈસાથી નહીં પ્રેમથી જીવો : ધીરગુરુદેવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદના આંગણે હાઈવે રોડ ખાતે અપના ગણેશ માર્બલ ખાતે નિર્મિત સબરી આશ્રમ ખાતે સોમવારના રોજ સવારે જૈનમુનિ પૂ. ગુરૂદેવ ધીરજમુનિ મહારાજ સાહેબ સકલ સંઘ સહિત પધાર્યાં હતાં. જેમનું સજ્જનલાલજી જૈન પરિવારે સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે ધર્મસભાને સંબોધતા પૂ. ગુરૂદેવે જણાવ્યું હતું કે, માનવીનું જીવન એટલે કભી ખુશી કભી ગમ. આવા જીવનને મધમધાયમાન બનાવવા દિમાગથી નહિં દિલથી જીવી જાણો. પૈસાથી નહિં પ્રેમથી જીવતા શીખો.

પૈસો જીવન માટે જરૂરી છે. પરંતુ જીવન પૈસા માટે પુરૂં ન થઇ જાય તેની તકેદારી રાખશો. સ્વાર્થથી નહીં પરમાર્થથી જીવતાં શીખવું જરૂરી છે.

દિવસમાં એકાદ કાર્ય પરમાર્થનું કરાય તો પરમાત્મા પ્રસન્ન થયા વિના રહેશે નહીં. આ ધર્મસભા દરમિયાન યુવાદાતા કમલેશભાઈ જૈનનું મોમેન્ટોથી મુકેશ ગાંધી, દીપેન ધરોડ, સૌરભ શાહ વગેરેએ સન્માન કર્યું હતું. પૂ. ગુરૂદેવને ચાતુર્માસની જોરદાર વિનંતી કરી હતી.

નડિયાદમાં સબરી આશ્રમમાં જૈનમુનિનું પદાર્પણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...