તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાક્ષર નગરીની બલિહારી, સુવિધાયુકત લાયબ્રેરી જ નથી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નડિયાદને સાક્ષર અને સાહિત્ય નગરીનું બિરૂદ મળ્યું છે, અને વિકાસના બણગાં ફૂંકવામાં આવી રહ્યા છે, તો બીજી બાજુ સરકારી ગ્રંથાલય માટે શહેરમાં કોઇ સ્થળે જગ્યાની ફાળવણી કરાતી નથી. તેથી એક વર્ષ ઉપરાંતથી રૂ.7 કરોડની ગ્રાન્ટ ધૂળ ખાય છે. જમીનના અભાવે સુવિધાયુક્ત લાયબ્રેરીનું નિર્માણ અટક્યું છે, તો બીજી બાજુ હાલમાં સરદાર ભવનમાં જે ગ્રંથાલય છે, તેમાં હાલાકીનો સામનો કરવો પડે છે.

શહેરમાં સરકારી જિલ્લા પુસ્તકાલયના નિર્માણ માટે રૂ. 699.54 લાખની વહીવટી મંજૂરી અને રૂ. 693.56 લાખની તાંત્રિક મંજૂરી પ્રદાન થઇ ચૂકી છે.લાયબ્રેરીની પાછળના ભાગમાં પછાત વિસ્તારના લોકો ડીજે વાગતા વાંચન કાર્યમાં ખૂબ હેરાનગતિ થાય છે.

ગ્રાન્ટ નહીં વપરાય તો પરત કરવી પડશે
નડિયાદમાં જિલ્લાકક્ષાના સરકારી પુસ્તકાલય માટે જો વહેલી તકે નિર્ણય નહીં લેવાય તો રૂ. 7 કરોડની ગ્રાન્ટ વપરાયા વિના પરત મોકલવાનો વારો આવશે, અને જો આવી સ્થિતિ થશે તો ફરીવાર સરકારમાંથી ગ્રાન્ટ લેવામાં નવનેજા થઇ જશે. જો સુવિધાસભર લાયબ્રેરીનું નિર્માણ થાય તો સાક્ષર નગરીમાં વાંચનની સારી સુવિધા ઉપલબ્ધ થાય એમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો