કઠલાલથી ગુમ થયેલા બાળક સૂરતથી મળી આવ્યો

મનમાં લાગી આવતાં ઘરેથી જતો રહ્યો હતો પુત્ર મળી આવતાં પરિવારે રાહતનો શ્વાસ લીધો

DivyaBhaskar News Network | Updated - Sep 10, 2018, 03:56 AM
Nadiad - કઠલાલથી ગુમ થયેલા બાળક સૂરતથી મળી આવ્યો
કઠલાલ તાલુકાના રતનપૂર ગામે રહેતો એક બાળક ઘરેથી રિસાઇને જતો રહ્યો હતો. આ મામલે કઠલાલ પોલીસે જે તે સમયે અપહરણનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. દરમિયાન આ બાળક સૂરતથી મળી આવતાં પોલીસ સબ ઇન્સપેક્ટરે સૂરતથી આ બાળકને લઇ આવી, હેમખેમ તેના પરિવારને પરત સોંપ્યો હતો.

કઠલાલના રતનપુર ગામે રહેતા મહેન્દ્રભાઇ ડાભીનો 14 વર્ષિય પુત્ર અનિલ ગત તા.11-8-2018 ના રોજ ઘરેથી દુકાને કરિયાણાનો સામાન લેવા ગયા બાદ પરત ન આવતાં આ મામલે કઠલાલ પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. બાળકની આસપાસના વિસ્તારમાં તપાસ કરવા ઉપરાંત પરિવારજનો દ્વારા પણ તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે બાળકનો કોઇ પત્તો લાગ્યો ન હતો. દરમિયાન કઠલાલ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સપેક્ટર જી.બી. પરમારને બાતમી મળી હતી કે, સૂરત રેલ્વે સ્ટેશન ઉપર એક બાળક મળી આવ્યો છે, જે 14 વર્ષના આશરાનો જ છે અને તે રતનપુરનો હોવાનું જણાવી રહ્યો છે. બાતમીની તપાસ કરી, તુરંત જ જી.બી.પરમાર ટીમ સાથે સૂરત પહોંચ્યા હતા અને ત્યાંથી બાળકને લઇને કઠલાલ આવી, બાળક પરિવારને સોંપ્યો હતો. આ મામલે જી.બી.પરમારનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, પરિવારમાં તેને ઠપકો કરતાં મનમાં લાગી આવતાં તે જતો રહ્યો હતો. પુત્ર પરત મળતાં પરિવારજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

X
Nadiad - કઠલાલથી ગુમ થયેલા બાળક સૂરતથી મળી આવ્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App