નડિયાદમાં પાણીની ટાંકીમાં પડી જવાથી માસુમનું મોત

આંગણે રમતાં રમતાં પાણીની ટાંકીમાં પડી ગયો

DivyaBhaskar News Network | Updated - Sep 10, 2018, 03:56 AM
Nadiad - નડિયાદમાં પાણીની ટાંકીમાં પડી જવાથી માસુમનું મોત
નડિયાદ શહેરમાં મોટી શાકમાર્કેટ પાસે રહેતા એક બે વર્ષના બાળકનું રવિવારે પાણીની ટાંકીમાં પડી જવાથી ડૂબી જવાને કારણે મોત નીપજ્યું હતું. આ મામલે શહેર પોલીસ દ્વારા વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી છે.

નડિયાદ શાક માર્કેટ પાસે રહેતા પ્રવિણભાઇ દેવીપુજકનો બે વર્ષનો પુત્ર સતિશ રમતાં રમતાં એકાએક પાણીના ટાંકીમાં પડી જતાં તેને બહાર કાઢી તુરંત જ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત ઘોષિત કર્યો હતો. આ મામલે શહેર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પૂછપરછમાં સતિશ ઘરની બહાર રમતો હતો, તે સમયે પાડોશીની પાણીની ટાંકીમાં ડોકિયું કરવા જતાં તેણે સંતુલન ગુમાવતા તે ટાંકીમાં પડ્યો હતો અને ડૂબ્યો હતો. થોડા સમય બાદ પરિવારે તેની શોધખોળ કરતાં સતિષ ટાંકીમાંથી મળ્યો હતો.

આ મામલાની તપાસ કરી રહેલા સંતરામ ચોકીના પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.એમ. પટેલનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ કરવામાં આવી રહી છે.

પરિવારે શોધખોળ કરતાં પાણીના ટાંકામાં મળ્યો

સતિષ ઘર બહાર રમતો હતો. લાંબા સમય સુધી તે ન દેખાતાં પરિવારજનો દ્વારા તેની તપાસ કરવામાં આવતાં તે ઘર આંગણે કે આસપાસ પણ ન દેખાતા પરિવારજનો ચિંતીત બનતાં તેની શોધખોળ કરવામાં આવી હતી, જે દરમિયાન તે પાણીના ટાંકામાં દેખાતા તેને તુરંત જ બહાર કાઢી, હોસ્પિટલ લઇ જતા સુધીમાં તેનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું.

સિમેન્ટની પાણીની ટાંકીમાં પડ્યો

સતિષના ઘરની નજીક પાણીની ટાંકી છે. સિમેન્ટની આ ચોરસ ટાંકી ઉંડી હોઇ સતિષ તેમાં પડતાંજ ઉપર ન આવી શકતાં ડૂબ્યો હતો.

X
Nadiad - નડિયાદમાં પાણીની ટાંકીમાં પડી જવાથી માસુમનું મોત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App