ગણરાયના આગમનની આતુરતા, પંડાલો તૈયાર : પ્રતિમાનું આગમન

પીઓપીની મૂર્તિઓ વધુ જોવા મળે છે : પંડાલોમાં કામગીરીને આખરી ઓપ

DivyaBhaskar News Network | Updated - Sep 10, 2018, 03:56 AM
Nadiad - ગણરાયના આગમનની આતુરતા, પંડાલો તૈયાર : પ્રતિમાનું આગમન
ગણેશોત્સવને આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે શહેર સહિત જિલ્લાભરમાં ગણેશ પંડાલોમાં તૈયારીઓ અંતિમ તબક્કામાં છે ત્યારે બજારમાં ગણેશ પ્રતિમાઓનું આગમન થયું છે. બજારમાં ઠેરઠેર હાલમાં ગણેશજીની નાની મોટી પ્રતિમાઓના એડવાન્સ બુકિંગ શરૂ થઇ ગયા છે. મોટી વિશાળ પ્રતિમાઓને રવિવારે અને સોમવારે જ પંડાલોમાં લઇ જવામાં આવી હતી. પંડાલોમાં પ્રતિમાઓ મૂક્યા બાદ ડેકોરેશન-લાઇટીંગને આખરી ઓપ આપવામાં આવશે. 13 મી સપ્ટેંબરે પ્રતિમાઓને શુભ મુર્હુતમાં પ્રતિમાનું સ્થાપન કરવામાં આવશે.

પ્રતિમાઓના ભાવ યથાવત રહ્યા

બજારમાં પી.ઓ.પી.ની નાની પ્રતિમાઓ રૂ. 100થી રૂ.300માં, તેનાથી મોટી 3 ફુટની પ્રતિમાઓ 600થી લઇને 1500 સુધીમાં, તેનાથી મોટી રૂ.5000 થી 7000 સુધીમાં અને વિશાળ પ્રતિમાઓ રૂ. 15,000 સુધીમાં મળે છે.

શ્રીનો શણગાર રૂ. 500 થી 5000નો થયો

હવે ગણેશજીની પ્રતિમાઓને માત્ર રંગરોગાન જ કરવામાં આવે છે. ત્યારબાદ તેના ઉપર સામાન્ય શણગારના રૂ. 200 થી 500 લેવામાં આવે છે. જેટલો વધુ શણગાર એટલા રૂપિયા વધુ. બજારમાં હાલમાં શણગાર માટે ખાસ લોકો કામ કરે છે. રૂ. 500 થી લઇને રૂ.5000 અને તેથી વધુના શણગાર પ્રતિમાઓને કરવામાં આવે છે.

Nadiad - ગણરાયના આગમનની આતુરતા, પંડાલો તૈયાર : પ્રતિમાનું આગમન
X
Nadiad - ગણરાયના આગમનની આતુરતા, પંડાલો તૈયાર : પ્રતિમાનું આગમન
Nadiad - ગણરાયના આગમનની આતુરતા, પંડાલો તૈયાર : પ્રતિમાનું આગમન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App