Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Nadiad » Nadiad - આણંદ ખેડા જિલ્લા વચ્ચે ઝોલાં ખાતુ પેટલી : કલેક્ટરને રજુઆત

આણંદ ખેડા જિલ્લા વચ્ચે ઝોલાં ખાતુ પેટલી : કલેક્ટરને રજુઆત

Divyabhaskar.com | Updated - Sep 10, 2018, 03:56 AM

અનેક કામો માટે આણંદ ધક્કા ખાવા પડતાં હોવાની ફરિયાદો ઊઠી

  • Nadiad - આણંદ ખેડા જિલ્લા વચ્ચે ઝોલાં ખાતુ પેટલી : કલેક્ટરને રજુઆત
    વસો તાલુકાના પેટલી ગામે કલેક્ટર દ્વારા રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભા દરમિયાન પેટલીના ગ્રામજનોએ વહીવટી કારણોસર વારંવાર આણંદ ધક્કા ખાવા પડતાં હોવાની રજુઆત કરી હતી. જે સાંભળી કલેક્ટરે સમસ્યાના નિરાકરણ માટે ખાતરી આપી હતી. જ્યારે હાલમાં કોઇ પણ કામ હોય તો નડિયાદ કલેક્ટર ઓફિસનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

    પેટલી ગામે કલેક્ટર આઈ.કે. પટેલની અધ્યક્ષતામાં રાત્રિ સભા યોજાઇ હતી. આ સભામાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે, પેટલી ગામ અગાઉ સોજિત્રા તાલુકામાં હતું. જે આણંદ જિલ્લામાં પડતું હતું. ચાર વર્ષ પહેલા વસો તાલુકો બનાવવામાં આવ્યો હતો. જેમાં પેટલીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે વસો તાલુકો ખેડામાં છે. હાલમાં પેટલીના ગ્રામજનોને સોજિત્રા પોલીસ સ્ટેશન, નહેર વિભાગ, સ્કૂલની ગ્રાન્ટ, વહીવટી અડચણો સહિતના પ્રશ્નો માટે આણંદ જિલ્લાની ઓફિસમાં જવું પડે છે. જેને કારણે હાલાકી વેઠવી પડે છે. આ ઉપરાંત રાત્રિ સભામાં કાંસની નહેરો પણ ગ્રાન્ટ મંજુર થશે ત્યારે પાકી કરવી પડશે. જ્યારે ગામના કૂવામાં પાણી ખારું આવતું હોવાથી તેના નિરાકરણ માટે પણ પગલાં ભરવા ખાતરી આપી હતી.

    વસો તાલુકાના પેટલી ગામે કલેક્ટર આઈ.કે. પટેલની અધ્યક્ષતામાં રાત્રિ સભા યોજાઇ હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending