નડિયાદમાં ટ્રેનમાંથી બિનવારસી મળી આવેલા બાળકનું મોત

તબિયત સારી ન હોઇ નડિયાદ બાદ અમદાવાદ ખસેડાયો હતો

DivyaBhaskar News Network | Updated - Sep 07, 2018, 03:35 AM
Nadiad - નડિયાદમાં ટ્રેનમાંથી બિનવારસી મળી આવેલા બાળકનું મોત
નડિયાદમાં ટ્રેનમાંથી બિનવારસી હાલતમાં મળી આવેલા બાળક અને તેના મોતને લઇને હાલમાં અનેક સવાલો ઉભા થયા છે.

મુંબઇ તરફ જતી અરવલ્લી એક્સપ્રેસ ટ્રેનના કોચ નંબર એ-1 માંથી 21મી ઓગષ્ટ,18 ના રોજ એક 6 વર્ષનો બાળક ક્રિશ્ના ગોવિંદરામ કંસારા (રહે.માનપુર, આબુરોડ)નો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. જેને નડિયાદ રેલ્વે સ્ટેશને ઉતારવામાં આવ્યો હતો. જ્યારબાદ તેનો કબજો ચિલ્ડ્રન હોમને સોંપવામાં આવ્યો હતો. જોકે બાળક નાદુરસ્ત હોઇ તેને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાંથી તેને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ગુરૂવારે તેનું મોત નીપજ્યું હતું. આ મામલે નડિયાદ રેલ્વે પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

બાળક દત્તક લીધું હતું

આ મામલે વાલીનો સંપર્ક સાધતા તેઓએ બાળક દત્તક લીધેલ હોવાનું જણાવ્યું હતું. જેથી હાલમાં હવે આ મામલે રેલ્વે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસની ટીમ તપાસાર્થે અમદાવાદ ગઇ છે

‘ટીમ તપાસાર્થે અમદાવાદ ગઇ છે, જે હજી પરત આવી નથી. આ મામલાની તપાસ ચાલી રહી છે.’ બી.બી.વણઝારા, પોલીસ સબ ઇન્સપેક્ટર, નડિયાદ રેલ્વે પોલીસ.

બાળકને લોહીની ઉણપ હતી

‘બાળક મળી આવ્યા બાદ તેની તબિયત નાદુરસ્ત હોઇ તેને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને લોહીની ઉણપ હોઇ સારવાર આપવામાં આવી હતી. તપાસ દરમિયાન તેના વાલીવારસો મળી આવ્યા હતા, જોકે તેઓએ પોતે બાળકને દત્તક લીધો હોવાનું જણાવ્યું હતું, જેથી હાલમાં પોલીસ તપાસ કરી રહી છે.’ કિર્તીબેન, સમાજ સુરક્ષા અધિકારી, નડિયાદ.

X
Nadiad - નડિયાદમાં ટ્રેનમાંથી બિનવારસી મળી આવેલા બાળકનું મોત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App