• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Nadiad
  • Nadiad જિલ્લાના 14 ગામોના પાણીનો પ્રશ્ન હલ થશે, રૂ.1.30 કરોડનો ખર્ચ થશે

જિલ્લાના 14 ગામોના પાણીનો પ્રશ્ન હલ થશે, રૂ.1.30 કરોડનો ખર્ચ થશે

Nadiad - જિલ્લાના 14 ગામોના પાણીનો પ્રશ્ન હલ થશે, રૂ.1.30 કરોડનો ખર્ચ થશે

DivyaBhaskar News Network

Sep 07, 2018, 03:35 AM IST
નડિયાદ ખાતે કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા સહાયિત રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ કાર્યક્રમ હેઠળ પીવાના પાણીની સુવિધામાં ગ્રામ્ય કક્ષાએ સ્વાવલંબિતા ઉપલ્ધ કરાવવા માટે રચાયેલી જિલ્લા જળ અને જાહેર સ્વચ્છતા સમિતિની બેઠક કલેક્ટર આઈ.કે. પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી.

આ બેઠકમાં કલેક્ટર આઈ.કે. પટેલે જિલ્લામાં બે વર્ષ અગાઉ હાથ ધરવામાં આવેલી પાણી પુરવઠા યોજનાઓના કામો સત્વરે પૂર્ણ કરવાની પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને તાકીદ કરી હતી. આ ઉપરાંત યોજનાઓનું કામ ઝડપભેર પૂર્ણ થાય તો ગામડાંઓમાં પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરી શકાય છે. આ બેઠકમાં રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ કાર્યક્રમ હેઠળ 14 ગામોની અંદાજે અનુસંધાન પાના નં.3 પર

ક્યા ક્યા ગામોની યોજના મંજૂર થઇ ?

ઠાસરા તાલુકાના રાજપુરાની મુવાડી, ઉધમાતપુરાના મુવાડા, ટેકરાના, કોઢાના મુવાડા, ખેડા તાલુકાના લાલી ભાગ-2, મહેમદાવાદ તાલુકાના નવાપુરા (ગાડવા), સોજાલી ભાગ-2, વકેરીયા (મોટી આડબોલી), નડિયાદ તાલુકાના માંધરોલી ભાગ-2, ચાંપાજીની મુવાડી, વિષ્ણુપુરા, માતર તાલુકાના માછીએલ તેમજ કપડવંજ તાલુકાના માલ ઇંટાડી ભાગ-2, ગામોની પાણી પુરવઠા યોજનાઓ મંજુર કરવામાં આવી હતી.

X
Nadiad - જિલ્લાના 14 ગામોના પાણીનો પ્રશ્ન હલ થશે, રૂ.1.30 કરોડનો ખર્ચ થશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી