Home » Madhya Gujarat » Latest News » Nadiad » Nadiad - નડિયાદ પાલિકા હસ્તકની શાળાઓ જિલ્લા પંચાયતને સોંપાય તેવા એંધાણ

નડિયાદ પાલિકા હસ્તકની શાળાઓ જિલ્લા પંચાયતને સોંપાય તેવા એંધાણ

Divyabhaskar.com | Updated - Sep 07, 2018, 03:35 AM

Nadiad News - નગર પ્રા. શિક્ષણ સમિતિની ચૂંટણી દર પાંચ વરસે કરવી ફરજીયાત છે 10 વર્ષથી ચૂંટણી નથી યોજાઇ તો સમિતિનું...

  • Nadiad - નડિયાદ પાલિકા હસ્તકની શાળાઓ જિલ્લા પંચાયતને સોંપાય તેવા એંધાણ
    નડિયાદ નગરપાલિકા હસ્તકની શિક્ષક સમિતિ હવે વિવાદના ઘેરા આવી ગઈ છે. આ શિક્ષણ સમિતિ દ્વારા લેવાતા નિર્ણય કાયદેસર છે કે ગેરકાયદેસર ? તે બાબત પાલિકા પરિસરમાં જ ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે જિલ્લા શિક્ષણાધિકારીએ તાજેતરમાં જ શિક્ષણ સમિતિને તાકીદનો પત્ર લખી સ્પષ્ટ જણાવ્યું હતું કે, પાંચ વર્ષમાં ચૂંટણી ન થઇ હોય તો તેને નિયમ મુજબ જિલ્લા શિક્ષણ સમિતિમાં મર્જ કરી દેવાની ફરજ પડશે. આ પત્રને લઇ શિક્ષણ

    અનુસંધાન પાના નં.3 પર

    શાસનાધિકારીએ સંકલન બેઠકમાં ચૂંટણીની જવાબદારી ખંખેરી નાંખી

    મહુધા ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારે સંકલન બેઠકમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ મુદ્દે નડિયાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી એ.એ. શાહે લેખીતમાં જણાવ્યું હતું કે, નડિયાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી જાહેર કરવાની સત્તા મુંબઇ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 અનુસાર નગરપાલિકાના પ્રમુખની છે. આ વિષયે અમારે કોઇ કાર્યવાહી કરવાની થતી નથી. જ્યારે સમિતિની મુદત પુરી થઇ તે અંગેની જાણ પ્રમુખને કરવામાં આવી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ