Home » Madhya Gujarat » Latest News » Nadiad » Nadiad - ખેડા જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ, લોકસભાની પૂર્વ તૈયારી શરૂ

ખેડા જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ, લોકસભાની પૂર્વ તૈયારી શરૂ

Divyabhaskar.com | Updated - Sep 07, 2018, 03:31 AM

ઓનલાઇન ઘરે બેઠાં અરજી કરી નામ ઉમેરી શકાશે

  • Nadiad - ખેડા જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ, લોકસભાની પૂર્વ તૈયારી શરૂ
    ખેડા જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ શરૂ થઇ ગયો છે, આ કાર્યક્રમ 15મી ઓક્ટોબર સુધી ચાલશે. 1લી જાન્યુઆરી, 2019ના રોજ 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો પોતાનું નામ મતદારયાદીમાં નોંધાવી શકશે.

    ખેડા કલેક્ટર આઈ.કે. પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત નામ નોંધાવવા, રદ કરવા, કોઇ નામ સામે વાંધો લેવા અને નામ તથા અન્ય વિગતો સુધારવા માટે નાગરિકો અરજી કરી શકશે. જેના માટે કલેક્ટર કચેરી, મતદાર નોંધણી અધિકારી, પ્રાંત અધિકારીની કચેરી, મામલતદાર કચેરીમાંથી વિના મૂલ્યે મેળવી શકાશે. આ ઉપરાંત મુખ્ય નિર્વાચક અધિકારીની વેબસાઇટ પર ઓનલાઇન પણ અરજી પણ કરી શકાશે.

    ખેડા જિલ્લામાં 16મી, 30મી સપ્ટેમ્બર અને 14મી ઓક્ટોબરને રવિવારના રોજ ખાસ ઝુંબેશના દિવસોએ સવારે 10થી સાંજના 5 કલાક દરમિયાન જે તે વિસ્તારના મતદાર મથકોએ બીએલઓ મારફત મતદાર યાદીમાં નામ નોંધાવવા અંગેની જરૂરી નમુના મેળવી અરજીઓ તે સ્થળે જ પરત આપી શકાશે.

    આ ઉપરાંત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન બીએલઓ ઘરે ઘરે ફરી તમામ મતદારોની ખરાઇ કરશે. તેમજ દિવ્યાંગ મતદારો અને તેમની કેટેગરીની યોગ્યતા ચકાસશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ