Home » Madhya Gujarat » Latest News » Nadiad » Nadiad - નડિયાદના યુવકનું હૃદયની બિમારીના કારણે મોત

નડિયાદના યુવકનું હૃદયની બિમારીના કારણે મોત

Divyabhaskar.com | Updated - Sep 07, 2018, 03:31 AM

નડિયાદ | નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં એક યુવકનું હૃદયની બિમારીને કારણે મોત નીપજતાં આ મામલે પોલીસે તપાસ હાથ...

  • Nadiad - નડિયાદના યુવકનું હૃદયની બિમારીના કારણે મોત
    નડિયાદ | નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં એક યુવકનું હૃદયની બિમારીને કારણે મોત નીપજતાં આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં પીજ રોડ ઉપર આવેલ સંતરામ નગર ખાતે રહેતા હાર્દિક પ્રતિકભાઇ દલવાડી (ઉ.વ.27) ને છેલ્લા ત્રણેક વર્ષથી હૃદયની બિમારી હતી, જેની સારવાર ચાલી રહી હતી. જોકે ગુરૂવારે સવારે હાર્દિકની તબિયત લથડતાં તેને બેભાન હાલતમાં પરિવારજનો નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત ઘોષિત કર્યા હતા. આ મામલે પશ્ચિમ પોલીસે તપાસ હાથ ધરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ