• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Nadiad
  • Nadiad - ખેડા જિલ્લાના તલાટીઓનું પડતર પ્રશ્નો અંગે વિરોધ પ્રદર્શન શરૂ

ખેડા જિલ્લાના તલાટીઓનું પડતર પ્રશ્નો અંગે વિરોધ પ્રદર્શન શરૂ

10મીએ કાળી પટ્ટી, 17મીએ પેન ડાઉન સહિત કાર્યક્રમોનું રણશિંગુ નડિયાદ ડીડીઓને આવેદન, જિલ્લા તલાટી મંડળ વિરોધ...

DivyaBhaskar News Network | Updated - Sep 07, 2018, 03:31 AM
Nadiad - ખેડા જિલ્લાના તલાટીઓનું પડતર પ્રશ્નો અંગે વિરોધ પ્રદર્શન શરૂ
તલાટી કમ મંત્રીઓને ઉચ્ચતર પગાર ધોરણ, સર્કલ ઇન્સ્પેક્ટરની જગ્યાનું વિસ્તરણ અધિકારી (પંચાયત)માં કરાયેલ અપગ્રેડેશન તથા 2006માં ફિક્સ પગારથી જોડાયેલા કર્મચારીઓની સળંગ નોકરી ગણાતા 2004માં જોડાયેલ કર્મચારીઓની સિનિયોરિટીને અન્યાય થતો હોવા સહિતના વિવિધ પડતર પ્રશ્નોનો વારંવાર રજૂઆત છતાં ઉકેલ આવ્યો નથી. જેના વિરોધમાં ગુરૂવારે ખેડા જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા નડિયાદ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

નડિયાદ ખાતે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કલેક્ટરને સંબોધીને આપવામાં આવેલા આ આવેદનપત્રમાં પોતાના પડતર પ્રશ્નોનો વહેલીતકે ઉકેલ લાવવાની માંગ કરી હતી. જેમાં ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવામાં, સર્કલ ઇન્સ્પેક્ટરની જગ્યા વિસ્તરણ અધિકારી (પંચાયત)માં અપગ્રેડ કર્યા બાદ થયેલ ખોટા અર્થઘટનો 2006ના કર્મચારીઓને સળંગ નોકરીનો લાભ આપ્યો જ્યારે 2004ના કર્મચારીઓને ફિક્સ પગારમાં સમાવી કરાતો અન્યાય તથા મહેસૂલ કર્મચારીઓ જોબચાર્ટ મુજબ ફરજ બજાવતા ન હોવા સહિતના વિવિધ મુદ્ાનો સમાવેશ કરાયો હતો.

10મીથી 2 ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમ

તલાટી કમ મંત્રી મંડળ દ્વારા વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમ અંતર્ગત તા. 10 સપ્ટેમ્બરના રોજ રાજ્યભરના તલાટી કમ મંત્રીઓ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે. તા. 17 સપ્ટેમ્બરના રોજ ફરજ પર હાજર રહી પેન ડાઉન કરશે. 29સપ્ટેમ્બરના રોજ તમામ તલાટીઓ માસ સી.એલ. મૂકી સ્થાનિક કક્ષાએ દેખાવો યોજાશે અને તા. 2 ઓક્ટોબરના રોજ રાજ્યભરના તલાટીઓ ધરણાંનો કાર્યક્રમ કરશે.

X
Nadiad - ખેડા જિલ્લાના તલાટીઓનું પડતર પ્રશ્નો અંગે વિરોધ પ્રદર્શન શરૂ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App