• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • ગૌમાંસની શંકા સાથે ત્રણને ઝડપ્યા, FSLમાં મરઘાનું માંસ હોવાનું ખુલ્યું

ગૌમાંસની શંકા સાથે ત્રણને ઝડપ્યા, FSLમાં મરઘાનું માંસ હોવાનું ખુલ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માતર-ત્રાજ તરફ જતાં માર્ગ પરથી ગતરાત્રિએ સ્થાનિકોએ માંસના જથ્થા સાથે 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા. ગૌમાંસ હોવાની આશંકાના આધારે જપ્ત કરાયેલ માંસને એફ.એસ.એલ.માં પરીક્ષણ માટે મોકલી આપવામાં આવતાં મરઘાનું માસ હોવાનો રિપોર્ટ આવ્યો હતો.

માતર-ત્રાજ રોડ ઉપરથી ગતરાત્રિએ વિશ્વ હિંદુ પરિષદના યુવકો દ્વારા એક ટેમ્પીને ઉભી રાખી તેમાંથી માંસના જથ્થા સાથે ઝડપાયેલા લક્ષ્મીનારાયણ વૈંકના કરણમ (ઉ.વ.19), રાજુ સ્વામી બલે (ઉ.વ.21) તથા નાગરાજ ધનરાજ ઘંટાશાળા (ઉ.વ.40) (રહે. પરિએજ તા.માતર) ની પૂછપરછ કરતાં તેમણે આ મરઘાના માંસનું વેસ્ટ હોવાનું અને અમદાવાદમાં અલગ અલગ જગ્યાએથી એકત્રિત કર્યું હોવાનું અને પરિએજ નજીક તેના નિકાલ માટે જઇ રહ્યા હોવાનું જણાવ્યું હતું. જોકે ગૌમાંસની આશંકાને લઇને એફ.એસ.એલ.ની મદદ લેવામાં આવી હતી.

તપાસ હાથ ધરાઇ
આ ઇસમો પરિએજ તળાવની બાજુમાં ગામના માણસોની ખાનગી જમીન ભાડે રાખી, મત્સોદ્યોગ કરે છે તેમાં ચિકનના વેસ્ટનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એ.જે.ચૌધરી, પોલીસ સબ ઇન્સપેક્ટર, સેવાલીયા પોલીસ મથક

અન્ય સમાચારો પણ છે...