તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોરડીમાં હુમલો કરવાના ગુનામાં એક વર્ષની કેદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાકોર નજીક આવેલ બોરડીમાં અઢી વર્ષ અગાઉ ધારિયા વડે હુમલો કરી ઇજા પહોંચાડવાના ગુનામાં માર મારનાર શખ્સને ડાકોર કોર્ટે આરોપી શખ્સને એક વર્ષની સાદી કેદની સજા ફરમાવતો હુકમ કર્યો છે.

બોરડી ગામે પીવાના પાણીની તોડવામાં આવેલ ટાંકીની જગ્યાએ ગામના વજેસિંહ ઉર્ફે નાનાભાઇ રૂપસિંહ રાઠોડે પોતાનો ગલ્લો મૂક્યો હતો. જ્યાં ગત તા. 5/1/2016ના રોજ બોરડીના રહીશ રતિભાઇ રાઠોડે વજેસિંહને પૂછ્યું હતું કે, અહીંયા ભૂંગળા મૂકેલ હતા, તે ક્યાં ગયા ? જેને લઇ બંન્ને વચ્ચે થયેલ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા વજેસિંહે રૂપસિંહને અપશબ્દો કહી તું મને પૂછવાવાળો કોણ ? એમ કહીને રતિભાઇને ધારિયું મારતા તેઓને પગના ભાગે ઇજાઓ પહોંચી હતી. આ અંગે કેસ ચાલી જતાં અદાલતે સજા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...